બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news about unseasonal rains in Gujarat, Ambalal Patel big forecast

વરસાદ / અંબાલાલની આગાહી: ગુજરાતીઓ સ્વેટર સાથે રેઇન-કોટ પણ રાખજો, આ વિસ્તારોમાં પડશે વરસાદ

Kiran

Last Updated: 01:57 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની મોટી આગાહી સામે આવી છે.

  • ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશેઃ અંબાલાલ

માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, ઉત્તર-મધ્ય ગુજરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અંબાલાલ પટેલે 48 કલાકમાં રાજ્યમાં ધીરેધીરે વરસાદનું જોર ઘટશે તેવું પણ જણાવ્યું છે અને નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે તેવી આગાહી કરતા આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશે, સાથે જ 1 અને 2 ડિસેમ્બરે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમ જણાવ્યું છે.

 

 

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી


છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 60 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. જ્યારે પાલનપુરમાં 3 ઈંચ,દાંતામાં 2.5 ઈંચ વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ તો કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે, માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે જેમાં માર્કેટિંગ યાર્ડોમાં પણ ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે..

આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશેઃ અંબાલાલ

ગુરુવારે પણ રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ વચ્ચે અચાનક વાતાવરણમાં  પલટો જોવા મળ્યો હતો.. ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં 1 એમએમથી લઇને 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હાલ કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે, રાજ્યમાં ઠંડા મોસમી પવનોને કારણએ અનેક જિલ્લાઓમાં ફુલ ગુલાવી ઠંડીની અસર વર્તાઈ રહી છે. તેવામાં અગાઉ પડેલા માવઠાના લીધે ઠંડીમાં વધારો થયો છે, વરસાદ સાથે ઠંડો પવન ફુકાંતા રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચો જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે રાજ્યના 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક નુકસાન 

કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અસબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Unseasonal rains big forecast gujarat અંબાલાલની આગાહી કડકડતી ઠંડી કમોસમી વરસાદ વરસાદ આગાહી Unseasonal rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ