Big news about IPL 2022, league matches to be played in these cities, BCCI President Ganguly's announcement
એલાન /
IPL 2022ના લીગ મુકાબલા આ શહેરોમા રમાશે, મહિલા IPLને લઈને પણ મોટું અપડેટ, ગાંગુલીની જાહેરાત
Team VTV03:54 PM, 03 Feb 22
| Updated: 07:08 PM, 09 Feb 22
IPL 2022ને લઈને BCCI અધ્યક્ષ ગાંગુલીએ એક મોટી જાહેરાત કરી છે.
IPL 2022ને મોટા સમાચાર
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું અપડેટ
મુંબઈ અને પુણેમાં રમાશે લીગ રાઉન્ડના મુકાબલા
મહિલા આઈપીએલને લઈને કરી મોટી જાહેરાત
IPL 2022ને લઈને મોટા સમાચાર આવ્યાં છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી સિઝન માટે યજમાન શહેરોના નામનો ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, બોર્ડ આ વર્ષે આઇપીએલનું આયોજન ભારતમાં જ કરવા માગે છે. આઇપીએલની લીગ રાઉન્ડની મેચો મુંબઈ અને પૂણેમાં રમાશે તેમ મનાય છે. ગાંગુલીના મતે નોકઆઉટ મેચો માટે હજુ વિચાર ચાલી રહ્યો છે.
નોકઆઉટ મેચોની વિચારણા ચાલુ
સૌરવ ગાંગુલીએ કહ્યું, આઈપીએલ ભારતમાં ત્યાં સુધી જ રમાશે જ્યાં સુધી કોવિડ -19 થી કોઈ વિશેષ સમસ્યા ન આવે ... જ્યાં સુધી મેદાનોની વાત છે, અમે તેને મહારાષ્ટ્રમાં જ મુંબઈ અને પુણેમાં રાખવાનું વિચારી રહ્યા છીએ અને નોકઆઉટ સ્લોટ માટે અમે થોડા દિવસોમાં નિર્ણય લઈ શકીએ છીએ."
ચાલુ વર્ષ હશે મહિલા IPL
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ચાલુ વર્ષના મે મહિનામાં ફરી વાર મહિલા ટી20 ચેલન્જ યોજાશે. તેમણે કહ્યું કે આશા છે કે ભવિષ્યમાં આપણે એક મોટી મહિલા આઈપીએલની મેજબાની કરવામાં સક્ષમ થઈશું. પરંતુ ચાલુ વર્ષે આઈપીએલ પ્લેઓફ દરમિયાન વુમન ટી20 ચેલન્જનું આયોજન થશે. મહિલા આઈપીએલમાં 3 ટીમો ભાગ લે છે. સુપરનોવા, વેલોસિટી અને ટ્રેઇલ બ્લેઝર્સ. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ માત્ર ત્રણ જ વખત રમાઈ છે. 2018 અને 19માં સુપરનોવાએ આ ખિતાબ જીત્યો હતો જ્યારે 2020માં ટ્રેઇલ બ્લેઝર્સે ટાઇટલ જીત્યું હતું. ગત વર્ષે કોરોનાના કારણે આ ટુર્નામેન્ટ રમાઇ શકી ન હતી. ગાંગુલીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે આ મેચ ભારતમાં જ યોજવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના બેકાબૂ બને ત્યારે જ બહાર કાર્યક્રમ યોજવાનો વિકલ્પ અજમાવી શકાય છે.
રણજી ટ્રોફી પણ હોસ્ટ કરશે BCCI
ઈન્ડીયન પ્રીમિયર લીગની 15મી સીઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુમાં થશે. આ ઓક્શનમાં 590 ખેલાડીઓની બોલી લાગશે. આ લીગમાં 10 ટીમ ભાગ લેશે અને આ સીઝન પહેલાની તુલનાએ લાંબી હોઈ શકે. બીસીસીઆઈએ રણજી ટ્રોફી હોસ્ટ કરવાની પણ જાહેરાત કરી છે.