બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big forecast by meteorologist Ambalal Patel

આગાહી / ગુજરાતમાં જાણો ક્યારે બેસશે ચોમાસું અને કેટલા ટકા પડશે વરસાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ParthB

Last Updated: 04:47 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં  આગામી 15મી જૂન બાદ વરસાદનું આગમન થશે.

  • રાજ્યમાં વરસાદની લઈને અંબાલાલે કરી મોટી આગાહી
  • આગામી 15મી જૂન બાદ સમગ્ર રાજ્યમાં થશે વરસાદનું આગમન
  • ચાલુ વર્ષે શરૂઆતમાં ચોમાસુ સારૂં રહેશે- અંબાલાલ પટેલ

આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે- અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરી છે. અંબાલાલેની આગાહી પ્રમાણે રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે. 11 મેથી 17 મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.

જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના- અંબાલાલ પટેલ
 
મે મહિનાની શરૂઆત થતાની સાથે તડકો ધરખમ અગનગોળા વરસાવી રહ્યો છે. જેની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. આ સાથે સાથે ચક્રવાત પણ દેખાશે. આ ચક્રવાતને પગલે ઘણા વિસ્તારોમાં જુન મહિનામાં વરસાદ પણ થશે. પહેલા તબક્કાનું ચોમાસુ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કાનો ચોમાસું ઓક્ટોબર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિના સુધી ચાલશે. એટલે કે આ વર્ષનું ચોમાસું એકંદરે લાંબો રહેશે. આ સાથે સાથે વરસાદનું અનુમાન લગાવતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં ચોમાસુ સારૂં રહેશે, જ્યારે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં રહેશે સતત પલટો- અંબાલાલ પટેલ 

બીજી બાજુ અંબાલાલે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે આ સાથે સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. તેમજ 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ