બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Big decline in the market due to these 5 reasons, your money is also trapped, so know what to do now?

શેરમાર્કેટ / આ 5 કારણોથી માર્કેટમાં આવ્યો મોટો ઘટાડો, તમારા પૈસા પણ ફસાયા છે તો જાણો હવે શું કરવું?

Megha

Last Updated: 06:05 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બજારમાં સતત 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. જેના કારણે જેના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ શું છે ચાલો જોઈએ

  • અમેરિકામાં વધુ પડતાં ફુગાવાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી
  • હવે યુએસ માર્કેટમાં મંદીની શક્યતા જોવામાં આવી રહી છે. 

અમેરિકામાં વધુ પડતાં ફુગાવા કારણે આખી દુનિયાની બજારો હચમચી ગઇ છે. એ ફુગાવાની જ અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આજે સ્થાનિક બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને બજાર 1000થી વધુ પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. ભારતીય બજારમાં સતત 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ગ્રીન પોર્ટફોલિયોના CEO દિવમ શર્માએ 5 મોટા ફેક્ટર વિશે જણાવ્યું છે, જેના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ શું છે એ.. 

1. ભારતીય બજારે છેલ્લા કેટલાક મહિનામાં ગ્લોબલ માર્કેટના પર્ફોમન્સને પાછળ છોડી દીધું છે. એક તરફ જ્યાં યુએસ માર્કેટનો નાસ્ડેક તેના પિકથી 20 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે તેની સામે ભારતીય બજારની નિફ્ટી તેના લાઈફટાઈમ પિકથી માત્ર 3 ટકા દૂર છે. 

2. ખાસ કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારતીય બજારમાં ભારે ખરીદી કરી હતી જેના કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં માર્કેટમાં ખૂબ સારું વળતર મળ્યું હતું અને હવે FPI છેલ્લા 2 દિવસથી ફરી વેચાણ કરે છે અને તેના કારણે જ બજારમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે. 

3. 21 સપ્ટેમ્બરે યોજાનારી યુએસ ફેડની બેઠકમાં યુએસમાં વ્યાજદર વધારવાની શક્યતા  છે અને આ વખતે યુએસ ફેડ 0.75 ટકાથી વધારીને 1 ટકા કરી શકે છે. જણાવી દઈએ કે અમેરિકાના વ્યાજદરમાં આટલા મોટા વધારા પછી ભારતમાં પણ વ્યાજદરમાં વધારો થવાની શક્યતા વધી જશે. 

4.  યુએસમાં ઓગસ્ટ મહિનામાં ફુગાવાનો દર 8.3 ટકા હતો અને તેની સાથે ક્રૂડએમએસ છેલ્લા કેટલાક મહિનામાં ભારે ઘટાડાનો પ્રભાવ વૈશ્વિક બજારમાં જોવા મળી રહ્યો છે. આ કારણથી યુએસ માર્કેટમાં મંદીની શક્યતા જોવામાં આવી રહી છે. 

5. આ બધા કારણો સિવાય રશિયા-યુક્રેન યુદ્ધમાં, પશ્ચિમી દેશોમાં ઉર્જા સંકટ, યુકે, યુએસ જેવા વિકસિત દેશોમાં મંદીની શક્યતા અને ચીનમાં કોવિડને કારણે સપ્લાય-ચેઈનની સમસ્યાઓ જીડીપી વૃદ્ધિમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે બજારમાં ઉતાર ચઢાવ વધુ જોવા મળે છે. 

આજના ટોપ લૂઝર્સ શેર 
આજના દિવસે ટેક મહિન્દ્રાના શેર 4.43 ટકાના ઘટાડા સાથે સૌથી વધુ નીચે પડ્યો છે. એ સિવાય અલ્ટ્રા કેમિકલ, ઇન્ફોસીસ, એમએન્ડએમ, નેસ્લે ઇન્ડિયા, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ડો રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, એસબીઆઈ, એચડીએફસી બેંક, ટાઇટન, એલટી, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, એચયુએલ, ભારતી એરટેલ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, પાવર ગ્રીડ, એનટીપીસી, સન ફાર્મા અને કોટક બેંકના શેરમાં ઘટાડો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ