બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Big decision regarding stray cattle in Gujarat government cabinet meeting

BIG NEWS / આખરે રખડતાં ઢોરને લઈ ગુજરાત સરકારે લઈ લીધો મોટો નિર્ણય, 10 કરોડની જોગવાઇ પણ કરી નાખી

Vishnu

Last Updated: 04:28 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં રખડતા ઢોર, દિવ્યાંગજનોને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે.

  • કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદ 
  • રખડતાં ઢોરને લઈ મોટો નિર્ણય

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં નિ:શુલ્ક પશુ રાખી શકશે, રખડતા ઢોર માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ સરકાર ભોગવશે, ઢોરની વ્યવસ્થા માટે રૂ. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નવા ઢોર વાડા ઉભા કરવાની તૈયારી
વાઘાણીએ કહ્યું કે  રખડતા ઢોર બાબતે 8 મનપા, 56 નગરપાલિકા માટે નિર્ણય લેવાયો છે.  પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં પશુ નિ શુલ્ક મૂકી શકશે. પશુ રાખવા માટે જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે જેના માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.આ ઉપરાંત નવા ઢોર વાડા ઉભા કરવાની તૈયારી દર્શાવી છે. 

હાઈકોર્ટે કરી હતી આકરી ટકોર
મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ'. જે બાદ કેબિનેટ બેઠકમાં પશુપાલકોની મનમાની સામે સરકારે નાગરિકોના હિતમાં કેટલાક નિર્ણય કર્યા છે. રખડતા ઢોર મુદ્દે જનતાના ગુસ્સાને ખાળવા સરકારનો પ્રયત્ન કરી 8 મહાનગરપાલિકામાં રખડતા ઢોર પશુપાલકો મહાપાલિકાને હવાલે કરે તો સરકાર ખર્ચ ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

દિવ્યાંગ માટે ગુજરાત બહાર પણ ST બસમાં ફ્રી મુસાફરી
વધુમાં કેબિનેટ બેઠકમાં દિવ્યાંગો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત બહાર પરિવહન કરતી ST બસમાં 3 લાખ 18 હજાર દિવ્યાંગ પાસ ધારકો ફ્રી મુસાફરી કરી શકશે. GSRTCની બસમાં દિવ્યાંગો ફ્રી મુસાફરી કરી  શકે તે માટે રાજ્ય સરકારને 2.50 કરોડ જેટલો ખર્ચ ભોગવશે

PM મોદીનો ગુજરાત પ્રવાસ

  • 27 અને 28 ઓગસ્ટે PM મોદી ગુજરાત આવશે
  • 27 તારીખે 7.30 કલાકે રિવર ફ્રન્ટ ખાદી ઉત્સવમાં હાજરી આપશે
  • 28 તારીખે ભુજ ખાતે સ્મૃતિ વનનું ઉદ્ઘાટન કરશે
  • સાંજે 5 કલાકે મહાત્મા મંદિર ખાતે મારુતિ સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ