બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Big decision of BCCI! These 5 Indian players can be banned before IPL 2023

ક્રિકેટ / BCCI નો મોટો નિર્ણય! IPL 2023 પહેલા આ 5 ભારતીય ખેલાડીઓને કરવામાં આવી શકે છે બેન

Megha

Last Updated: 11:49 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ હરાજી પહેલા એવા 5 ભારતીય ખેલાડીઓના નામ આપ્યા છે, જેમના પર IPL 2023 પહેલા બેન કરવામાં આવી શકે છે.

  • BCCIએ તમામ ટીમોને મેઈલ દ્વારા એક મોટી જાણકારી આપી
  • IPL 2023 પહેલા 5 ભારતીય ખેલાડીઓ બેન કરવામાં આવી શકે છે 
  • આ 5 ખેલાડીઓ પર લાગી શકે છે બેન 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી થશે. આ હરાજી બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કરશે.

આ હરાજી પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ તમામ ટીમોને મેઈલ દ્વારા એક મોટી જાણકારી આપી છે. મળતી જાણકારી અનુસાર BCCIએ હરાજી પહેલા એવા 5 ભારતીય ખેલાડીઓના નામ આપ્યા છે, જેમના પર IPL 2023 પહેલા બેન કરવામાં આવી શકે છે. જો કે આ જાણકારી એ આઈપીએલની હરાજી પહેલા તમામ ફ્રેન્ચાઈઝીની ચિંતા વધારી દીધી છે.

આ 5 ખેલાડીઓ પર લાગી શકે છે બેન 
હરાજી પહેલા BCCIએ તમામ ફ્રેન્ચાઇઝીઓને ખેલાડીઓની ઉપલબ્ધતા પર એક મોટી અપડેટ આપતા એવા 5 ખેલાડીઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે જેમના પર પ્રતિબંધ લાગી શકે છે. જણાવી દઈએ કે આ પાંચ ખેલાડીઓ શંકાસ્પદ બોલિંગ એક્શન માટે ધ્યાનમાં છે અને BCCI તેમના પર નજર રાખી રહ્યું છે. જો કે આ એ ખેલાડીઓને આઈપીએલ 2023ની હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. મલ્ટી જનકરી અનુસાર આ પાંચ ખેલાડીઓમાં મુંબઈના તનુષ કોટિયન, કેરળના રોહન કુન્નુમલ, વિદર્ભના અપૂર્વ વાનખેડે, ગુજરાતના ચિરાગ ગાંધી અને મહારાષ્ટ્ર રામકૃષ્ણ ઘોષ છે. 

તનુષ કોટિયન પર હતી બધાની નજર 
BCCIના ધ્યાનમાં આવેલ આ પાંચ ખેલાડીઓમાં તનુષ કોટિયન એક મોટું નામ છે. જણાવી દઈએ કે તાજેતરની રણજી ટ્રોફી મેચમાં મુંબઈને હૈદરાબાદ સામે જીત અપાવવામાં ઑફ-સ્પિનર તનુષ કોટિયને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે તનુષ કોટિયાને આ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી અને એવું માનવામાં આવતું હતું કે હરાજીમાં ઘણી ટીમો આ ખેલાડી પર સટ્ટો રમી શકે છે. 

આ ખેલાડીઓ પહેલાથી જ છે બેન 
જો કે IPLમાં પહેલીવાર શંકાસ્પદ બોલિંગ એક્શન સામે ણથી આવ્યું આ પહેલા પણ 4 ખેલાડીઓ પર શંકાસ્પદ બોલિંગ એક્શનના કારણે બેન લગાવવામાં આવ્યો છે. IPLમાં બેનની આ લિસ્ટમાં કર્ણાટકના મનીષ પાંડે, MCAના અરમાન જાફર, બંગાળના ચેટર્જી અને મહારાષ્ટ્રના અઝીમ કાઝીની બોલિંગ પર પહેલેથી જ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં આજની હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓએ ખૂબ જ સમજી વિચારીને આ ખેલાડીઓ પર દાવ લગાવવો પડશે. 

તમામ 10 ટીમોના પર્સ અને સ્લોટ હરાજી માટે
સનરાઈઝર્સ હૈદરાબાદ - 42.25 કરોડ (13 સ્લોટ)
પંજાબ કિંગ્સ - 32.2 કરોડ (9 સ્લોટ)
લખનૌ સુપર જાયન્ટ્સ - 23.35 કરોડ (10 સ્લોટ)
મુંબઈ ઈન્ડિયન્સ - 20.55 કરોડ (9 સ્લોટ)
ચેન્નાઈ સુપર કિંગ્સ - 20.45 કરોડ (7 સ્લોટ
દિલ્હી ) 19.45 કરોડ (5 સ્લોટ)
ગુજરાત ટાઇટન્સ - 19.25 કરોડ (7 સ્લોટ)
રાજસ્થાન રોયલ્સ - 13.2 કરોડ (9 સ્લોટ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 8.75 કરોડ (7 સ્લોટ)
કોલકાતા નાઈટ રાઈડર્સ - 7.05 કરોડ (11 સ્લોટ)

IPL હરાજી ક્યાં જોઈ શકાશે?
આ આઈપીએલ હરાજીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. Jio સિનેમા એપ અને તેની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ સાથે, તમે અહી અમારી વેબસાઈટ પર તમામ લાઇવ અપડેટ્સ અને સમાચાર વાંચી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ