બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Big change in BJP organizational structure ahead of Lok Sabha elections, 4 city/district presidents replaced, see who has been appointed

2024 આવે છે / લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠન માળખામાં મોટો ફેરફાર, 4 શહેર/જિલ્લા પ્રમુખની બદલી, જુઓ કોણ નવું નિમાયું

Vishal Khamar

Last Updated: 04:06 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા 3 જીલ્લા તેમજ 1 શહેર પ્રમુખની રાતો રાત નવી નિમણૂંક કરવામાં આવતા ભાજપમાં આંતરિક કલહ શમી જવા પામ્યો હતો. ત્યારે રાજકોટ શહેર તેમજ જીલ્લા પ્રમુખની પણ નવી નિમણૂંક કરવામાં આવી છે.

  • લોકસભા ચૂંટણી પહેલી શહેર અને જિલ્લા ભાજપમાં ફેરફાર 
  • રાજકોટ જિલ્લા તેમજ શહેર ભાજપ પ્રમુખ બદલાયા
  • રાજકોટ શહેર પ્રમુખ તરીરે મુકેશ દોશીનો સમાવેશ 

2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગત રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં 8 મહાનગરના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકના બીજા જ દિવસે 3 જીલ્લા અને 1 શહેરનાં પ્રમુખોની બદલી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી છે.

ક્યાં ક્યાં જીલ્લા તેમજ શહેર પ્રમુખો બદલાયા
ગાંધીનગરમાં મળેળી શહેર ભાજપ કારોબારીની બેઠક બાદ નિર્ણય અચાનક જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કચ્છ, રાજકોટ, મોરબી જીલ્લા તેમજ રાજકોટ શહેર પ્રમુખની અચાનક નવી નિમણૂંક કરવામાં આવી છે. 

રાજકોટ ભાજપમાં આંતરિક કલહ વધે તે પહેલા જ જીલ્લા તેમજ શહેર પ્રમુખોની નવીન વરણી કરાઈ
રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા શહેર અને જીલ્લા પ્રમુખ બદલાતા ભાજપમાં ચાલી રહેલ આંતરિક કલહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગાંધીનગર ખાતે શહેર ભાજપની કારોબારીની બેઠક મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની કામગીરી પર અનેક આક્ષેપ થયા હતા.  તેમજ રાજકોટના વોર્ડ નં. 18 સહિત કેટલાક વોર્ડમાં જૂથવાદ શરૂ થયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ