બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / bhopal terror module 4 bangladeshi terrorists of jmb caught by ats

BIG NEWS / ભોપાલમાંથી ખતરનાક ટેરર મોડ્યુલનો પર્દાફાશ, ચાર કથિત બાંગ્લાદેશી આતંકવાદી ઝડપાયા

Mayur

Last Updated: 12:11 AM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલમાંથી ચાર શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય બાંગ્લાદેશના હોવાનું માલૂમ પડ્યું છે. ATS ની સફળતાના કારણે મોટા કાવતરાને ટાળવામાં આવ્યું હોવાનુ જણાય છે.

  • મધ્યપ્રદેશમાં મોટાં કાવતરાને ટાળવામાં આવ્યું 
  • જમાત-એ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના 4 આતંકીઓની ધરપકડ 
  • ATS દ્વારા કરવામાં આવી શકમંદોની ધરપકડ 

મધ્યપ્રદેશ ATSએ ભોપાલમાંથી પ્રતિબંધિત સંગઠન જમાત-એ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) આતંકવાદી સંગઠનના 4 સભ્યોની ધરપકડ કરી છે.

આરોપીઓ જેહાદી પ્રવૃતિઓમાં સામેલ હતા અને રાષ્ટ્રવિરોધી ઘટનાઓને અંજામ આપવા માટે રિમોટ બેઝ અને સ્લીપર સેલ તૈયાર કરતા હતા. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.

ભાડાના મકાનમાં રહેતા હતા. 
આતંકીઓ ભોપાલના ઐશબાગ પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે ભાડાના મકાનમાં રહેતા હતા. એટીએસ દ્વારા નિવેદનમાં, એવી માહિતી આપવામાં આવી હતી કે શંકાસ્પદ લોકો આ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની જાણ કરવામાં આવી હતી.

વિવાદાસ્પદ પુસ્તકો અને લેપટોપ મળી આવ્યા

ધરપકડ કરાયેલા આ લોકો પાસેથી વિવાદાસ્પદ પુસ્તકો અને લેપટોપ મળી આવ્યા છે. ગુપ્તચર એજન્સી તેમની પૂછપરછ કરી રહી છે.

મધ્ય પ્રદેશ ATSને માહિતી મળી હતી કે ભોપાલમાં કેટલાક આતંકવાદી છૂપાયેલા છે. પૂછપરછ બાદ શનિવારે મોડી રાત્રે 3:30 વાગે પોલીસ એશબાગ પહોંચી હતી અને એક બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા. અહીંથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

આધાર કાર્ડ માગ્યું તો બહાનું બતાવવા લાગ્યો
મકાન માલિક નાયાબ જહાંના જણાવ્યા પ્રમાણે અહેમદે મકાન એકલા રહેવા માટે ભાડે લીધું હતું. આશરે બે સપ્તાહ બાદ અહેમદ સાથે અન્ય એક છોકરો પણ રહેવા લાગ્યો હતો. તે મુફ્તિ સાહેબ નામથી જાણીતો હતો. 

મકાન આપતી વખતે બે સપ્તાહ બાદ અહેમદ પાસે તેનું આધાર કાર્ડ માગવામાં આવ્યું હ્તું. તો તેણે બે સપ્તાહ બાદ મકાન ખાલી કરી નાંખવાની વાત કરી દીધી હતી. બે સપ્તાહ બાદ મકાન ખાલી નહીં કરતા તેની પાસેથી ફરીથી આધાર કાર્ડ માગવામાં આવ્યું. ત્યારે તે બહાના બતાવવા લાગ્યો હતો.

જે બાદ એટીએસે શનિવારે મોડી રાત્રે શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડીને ચારેયને પકડી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં ચારેય બાંગ્લાદેશી હોવાની માહિતી મળી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 32 વર્ષીય ફઝહર અલી ઉર્ફે મેહમૂદ પિતા અશરફ ઈસ્લામ, 24 વર્ષીય મોહમ્મદ અકીલ ઉર્ફે અહમદ પિતા નૂર અહેમદ શેખ, 28 વર્ષીય ઝહુરુદ્દીન ઉર્ફે ઈબ્રાહિમ ઉર્ફે મિલન પઠાણ ઉર્ફે જૌહર અલી પિતા શાહિદ પઠાણ અને ફઝહરનો સમાવેશ થાય છે. ઝૈનુલ અબ્દીન ઉર્ફે અકરમ અલ અહસાન ઉર્ફે હુસૈનના પિતા અબ્દુલ રહેમાન સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ