બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / bhirwara declaring the living daughter as dead family distribute cards for death feast

ચોંકાવનારી ઘટના / લવમેરેજ બાદ દીકરીએ કર્યો માતા-પિતાને ઓળખવાનો ઇનકાર, બાદમાં દુ:ખી પરિવારે જે કર્યું તે જાણી ચોંકી ઉઠશો

Last Updated: 10:48 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhirwara Love Marriage: ભીલવાડાનું નામ એક ખાસ ઘટનાના કારણે ચર્ચામાં છે. જ્યાં એક પરિવારે પોતાની જીવતી દિકરીને મરેલી જાહેર કરીને આખા સમાજમાં દિકરીના મોતનો શોક સંદેશ વહેચ્યો છે.

  • ભીલવાડાથી સામે આવી ચોંકાવનારી ઘટના 
  • માતા-પીતાએ જીવતી દિકરીને મૃત જાહેર કરી 
  • દિકરીના મોતનો શોક સંદેશ વહેંચ્યો 

રાજસ્થાનના ભીલવાડમાં જિલ્લામાં એક યુવતી પોતાની જ જાતિના યુવકની સાથે ઘરમાંથી ભાગી ગઈ. પરિવારની ફરિયાદ પર પોલીસ યુવતીને શોધી લાવી. પરિવારની હાજરીમાં યુવતી સાથે વાત કરવામાં આવી. યુવતીએ પરિવારે ઓળખવાનો ઈનકાર કરી દીધો અને યુવકની સાથે જતી રહી. 

પરિવારે દિકરીને મૃત જાહેર કરી
દિકરીના આ નિર્ણયથી પરિવાર એટલો દુખી થઈ ગયો કે તેમણે પોતાની દિકરીને મૃત જાહેર કરી દીધી અને મોટો નિર્ણય કરતા તેના નામે શોક સંદેશ છપાવી દીધા. તેમાં દિકરીના મોતની અને 13 દિવસ બાદ મૃત્યુ ભોજમાં શામોલ થવા માટે લોકોને બોલાવવામાં આવ્યા. કાર્ડ સગા-સંબંધીઓના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. 

ત્યાં જ પરિવારના આ નિર્ણય અને શોક સંદેશ વાળા કાર્ડની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ છે. કાર્ડની તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં યુવતીની તસવીર છપાયેલી છે. જીવિત યુવતીને મૃત જણાવવામાં આવી અને મૃત્યુ ભોજની તારીખ લખવામાં આવી છે. 

પ્રેમી સાથે ભાગી ગઈ હતી દિકરી 
હકીકતે રતનપુરા ગામની પ્રિયા જાટ પોતાના પરિવારની મરજી વિરૂદ્ધ પોતાની પસંદના યુવકની સાથે ઘરેથી ભાગી ગઈ. તેના પર પરિવારે હમીરગઢ વિસ્તારમાં પ્રિયાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે પ્રિયાને શોધીને પરિવારની હાજરીમાં તેની સાથે વાત કરી તો તેણે પોતાના પરિવારને ઓળખવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને પોતાના પ્રેમીની સાથે જતી રહી. 

ત્યાર બાદ પરિવારે દિકરીને મૃત જાહેર કરી દીધી અને શોક સંદેશ છપાવતા પ્રિયાના મોતની વાત તેમાં લખી દીધી. શોક સંદેશમાં 1 જૂન 2023એ પ્રિયાના મોત હોવાની જાણકારી લખવામાં આવી અને 13 જૂને મૃત્યુ ભોજની તારીખ લખવામાં આવી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Daughter Death Rajsathan bhirwara love marriage ભીલવાડ Rajsathan
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ