મોબાઈલ ગ્રાહકોની સંખ્યા મામલે રિલાયન્સ જિયો પછી ભારતી એરટેલનો નંબર આવે છે. એરટેલ તેના ગ્રાહકો માટે અનેક પ્લાન ઓફર કરે છે. ત્યારે અમે તમને એરટેલના 2 ખાસ પ્લાન વિશે જણાવી રહ્યાં છે.
એરટેલના ગ્રાહકો માટે બેસ્ટ છે આ પ્લાન
આ પ્લાનમાં મેળવો ડબલ ડેટા સહિત ફ્રી કોલિંગ
ઓછી કિંમતમાં મેળવો વધુ ફાયદા
આજે અમે તમને એરટેલના એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં 1 રૂપિયો ઓછો આપવા પર ડબલ ડેટા મળે છે. આ પ્લાન 298 રૂપિયાનો છે, જે એરટેલના 299 રૂપિયાના પ્લાનની તુલનામાં વધુ ડેટા અને લગભગ એટલી જ વેલિડિટી આપે છે.
એરટેલનો 299 રૂપિયાનો પ્લાન
299 રૂપિયાના એરટેલ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને 30 જીબી ડેટા આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ડેટા કોઈ દૈનિક મર્યાદા સાથે આવતો નથી. આ ડેટાનો ઉપયોગ 30 દિવસની અંદર કોઈપણ સમયે કરી શકે છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રાહકોને પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન, ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિકનું ફ્રી એક્સેસ મળે છે.
એરટેલનો 298 રૂપિયાનો પ્લાન
298 રૂપિયાના એરટેલ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને કુલ 56 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે રોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રાહકોને પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન, ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિકનું ફ્રી એક્સેસ મળે છે.
કયો પ્લાન બેસ્ટ છે
બંને પ્લાનની કિંમત અને વેલિડિટી લગભગ સમાન છે. 299 રૂપિયામાં 30 દિવસ અને 298 રૂપિયામાં 28 દિવસ છે. જોકે, બંનેના ડેટા વચ્ચે તફાવત છે. 298 રૂપિયામાં તમને 56 GB ડેટા મળી રહ્યો છે, જે 299 રૂપિયાના પ્લાન કરતા 26 GB વધારે છે. બંને પ્લાન ફ્રી કોલિંગ અને એસએમએસ સાથે આવે છે. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ 2 જીબી ડેટા સાથે સસ્તો પ્લાન ઈચ્છો છો તો 298 રૂપિયાનો પ્લાન સારો વિકલ્પ રહેશે.