બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharatiya Janata Party has become active regarding the Lok Sabha elections to be held next year.

રાજનીતિ / લોકસભાની ચૂંટણી લઈને ભાજપ એક્ટિવઃ સુરતમાં આજે કારોબારીની બેઠક, 8 શહેર પ્રમુખ અને મનપા હોદ્દેદારોને તેડુ

Malay

Last Updated: 07:58 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આજે સુરતમાં મહાનગરોની કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે.

 

  • લોકસભા ચૂંટણીને પગલે ભાજપની તૈયારી
  • આજે સુરત ખાતે મહાનગરોની કારોબારીની બેઠક
  • 8 શહેર પ્રમુખ અને હોદ્દેદારોને હાજર રહેવાની સૂચના

લોકસભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. ગુજરાતમાં કારોબારીની ઉપરા ઉપરી બેઠકો યોજાઈ રહી છે. આજે સુરત ખાતે મહાનગરોની કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં 8 શહેર પ્રમુખ અને મનપા હોદ્દેદારોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. 

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ એક્શન મોડમાં , 182 સીટ જીતવા બનાવી રણનીતિ…!|  BJP in action mode before assembly elections

ચૂંટણીને લઈને ભાજપ એક્ટિવ
સુરત ખાતે આજે સવારે 10 વાગ્યે મહાનગરોની કારોબારાની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ભાવનગરના મનપાના હોદ્દેદારો અને 8 શહેર પ્રમુખ હાજરી આપશે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા થશે. 

ગતરોજ યોજાઈ હતી રાજકોટ કારોબારીની બેઠક
ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે રાજકોટ કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત યોજાનારા અનેકવિધ કાર્યક્રમો અંગેના રોડમેપ વિશે વિસ્તૃત માર્ગદર્શનન આપ્યું હતું.

ભાજપે મોદી સરકારના 8 વર્ષની સિદ્ધિઓ ગણાવી : પાટીલે કહ્યું, દેશની રસીને  કારણે કોરોના રોકાયો, CM પટેલ બોલ્યા તમામ નાગરિકો ખુશ છે | CM Bhupendra Patel  and ...

તમામ જિલ્લામાંથી મંગાવાયા ડેટા
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી, એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

5 સભ્યોની કમિટીની કરાઈ રચના
લોકસભાની ચૂંટણી પહેલા કમલમ કાર્યાલયના સંચાલન માટે કમિટી બનાવવામાં આવી છે. કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રશેખર દવે,  સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે. 

5 સભ્યોની કમિટી વિવિધ જિલ્લાનો કરશે પ્રવાસ
આ પાંચ સભ્યોની બનાવેલી કમિટીને વિવિધ જિલ્લાનો પ્રવાસ કરશે. તેઓ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે અને ભાજપને એક્ટિવ કરશે. વર્તમાન ભાજપના સંગઠનની કામગીરી અંતર્ગતની પણ સમીક્ષા કરશે.

 Ahead of the Lok Sabha elections the BJP formed a committee to manage the Kamalam office

લોકસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ
લોકસભાની ચૂંટણીમાં ભાજપ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે. આ માટે તેમણે લક્ષ્યાંક પણ રાખેલો છે. મહત્વનું છે કે, સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેનું પરિણામ ભાજપને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે 33 જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ