બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Before the monsoon session of the Legislative Assembly,Congress MLA Paresh Dhanani said this

પ્રહાર / વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા આ મોટા પ્રહાર

Kiran

Last Updated: 12:06 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી બે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે

  • આજથી બે દિવસનું વિધાનસભા ચોમાસું સત્ર
  • ચોમાસું સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક
  • ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા મોટા પ્રહાર

આજથી બે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા છે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું કે સરકાર નિષ્ફળતા છુપાવવા સત્રના દિવસો ઓછા કરે છે, ત્યારે વિપક્ષ સરકારની આ નિષ્ફળતાઓને ઉજાગર કરશે. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોરોનામાં 3 લાખથી વધુ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે તેવું પરેશ ધાનાણીએ કોરોના પીડિત પરિવારોને પૂરતું વળતર મળે તેવા પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે તેવું કહેતા સરકાની મનાસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. 



 

ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા મોટા પ્રહાર

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે વિધાનસભામાં ઉપાધ્યક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અગાઉ કોંગ્રેસની સત્તમાં વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા પરતું આવખે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેમાં સત્તાપક્ષ જ શાસન ચલાવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારાનું નામ આગળ કર્યું છે. મહત્વનું છે કે આજે  કોંગ્રેસ વિધાનસભાન સત્ર પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે, જેને લઈને મનાઈ  રહ્યું છે કે આ બે દિવસ ચાલનાર વિધાનસભા સત્ર પણ હંગામેદાર બનેશે તેવું લાગી રહ્યું છે. 

વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનું મંથન

આ તરફ આજે વિધાનસભાનું સત્ર મળનાર છે ત્યારે આ સત્રમાં વિવિધ ચાર જેટલા વિધેયક લવાશે અને સુધારા કાયદાઓ પણ લવાશે ત્યારે બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ પણ કોવિડ સારવાર, મૃતકોને સહાય, તૌકતે વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના પ્રશ્નો ઉઠાવી ગૃહમાં વિરોધ કરે તેવું મનાઈ રહ્યું છે. 

પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં બેઠક

આજથી બે દિવસનું વિધાનસભા ચોમાસું સત્ર પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે.વિપક્ષ નેતાની ચેમ્બરમાં મળનાર આ કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં સંસદીય બાબતો પર ચર્ચા થશે, તેમજ પાક નુકસાની સહાય, તૌકતે વાવાઝોડાની સહાયની વિસંગતતા પર તથા, કોરોનામાં મરણ પામનારના પરિવારને સહાય આપવા બાબતે, અને રાજ્યમાં મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે ચર્ચા થશે એટલું જ નહીં કૃષિ બિલ બાબતે બેઠકમાં કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે, આ બેઠક સાથે જ સત્તાપક્ષને ગૃહમાં ઘેરવા બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

વિધાનસભામાં 2 સરકારી બિલ રજૂ કરવામાં આવશે

ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આર્ચય બન્યા છે ત્યારે તેમના માટે પણ આજે વિધાનસભાન સત્રનો પ્રથમ દિવસ હશે, આ સત્ર દરમિયાન શરૂઆતમાં કોરોનામાં અવસાન પામનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, વિધાનસભામાં ગૃહમાં શોક દર્શક ઉલ્લેખો રજૂ કરાશે, મહત્વનું છે કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી થનાર છે ત્યારે ચૂંટણી બાદ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરી પર ચર્ચા પણ કરવામાં આવશે. આજે મળનાર સત્રમાં વિધાનસભામાં 2 સરકારી બિલ રજૂ કરવામાં આવશે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ થશે, શિક્ષણમંત્રી ખાનગી યુનીવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરશે, આ સત્રમાં નાણામંત્રી ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ