બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Before the election, the midday meal workers demanded a pay rise

રજૂઆત / 'અમને કાયમી કરો' : ચૂંટણી પહેલા હવે જાણો કયા કર્મચારીઓએ રાજ્ય સરકાર સમક્ષ માનદ વેતનની કરી માંગ

Kishor

Last Updated: 11:30 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા વેતન સંચાલક, રસોયા અને મદદનીશને માસીક વેતન ચૂકવવા સહિતની માંગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઇ છે.

  • મધ્યાહન ભોજનના કર્મચારીઓની માંગ
  • માંગ નહી સ્વીકારાઈ તો શાસક પક્ષ વિરુદ્ધ મતદાન કરાશે
  • મધ્યાહન ભોજનની કામગીરી ખાનગી NGOને સોંપાતા વિરોધ

રાજ્યમાં મધ્યાહન યોજના હેઠળ સરકારી શાળાોમાં બાળકોને ભોજન આપવામાં આવે છે. ત્યારે મધ્યાહન ભોજનના કર્મચારી મંડળ દ્વારા વેતન સંચાલક, રસોયા અને મદદનીશને માસીક વેતન ચૂકવવા સહિતની માંગને લઈને ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વધુંમાં મધ્યાહન ભોજનની કામગીરી ખાનગી NGOને સોંપવામાં આવતા તેનો પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને મધ્યાહન ભોજન સાથે સંકળાયેલ કર્મચારીઓને લઘુતમ વેતન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 

રાજ્ય સરકાર દ્વારા મેનુના ભાવમા વધારો કરવો જરૂરી
મધ્યાહન ભોજનના કર્મચારીઓની માંગ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવતી ન હોવાથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. તેવામાં ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા વેતન સંચાલક, રસોયા અને મદદનીશના માનદ વેતન ચૂકવવાની માંગ કરવામાં આવી છે.મોંઘવારી બાબતે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 6 જુન 2013ના રોજ નવા મેનુમાં સુખડીનો અમલ કરવામાં આવ્યો હતો. જે-તે સમયે ધોરણ ૧ થી ૫ માં ૨૦ ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ તથા ગોળ અને દમણ માટે ૭૫ પૈસા જ્યારે ધોરણ-૬થી ૮માં 25 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ તથા ગોળ અને દમણના એક રૂપિયા આપવાની પત્રકમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નવા મેનુમાં કોઈપણ પ્રકારનું આર્થિક બોજો કે અનાજનો વધારો કર્યા વગર જૂનામાં જૂનો બે ભાગ કરી પ્રથમ ભોજન તથા નાસ્તો આપવાનો પરિપત્ર કર્યો છે.આમ નવા મેનુમાં અત્યાર સુધી ત્રણ વાર સુધારો કરેલ છે તેમ છતાં પણ 9am એનો અમલ કરવો કઠિન છે કારણ કે જે રીતે અત્યારે વર્તમાન સમયમાં તમામ વસ્તુઓનો ભાવ વધારો થયો છે ત્યારે રાજ્ય સરકાર પણ મેનુમાં ભાવ વધારો કરે તે જરૂરી છે. 

કર્મચારીઓને લઘુતમ વેતન આપવામાં આવે તેવી માંગ
મધ્યાહન યોજનાના કર્મચારીઓને આંગણવાડીની બહેનોની જેમ કાયમી હુકમ આપી માનદવેતન શબ્દ કાઢી સમાન વેતન સમાન કામ મુજબનું લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય, લાલપુર, ભુજ તથા અમદાવાદના કેન્દ્રોને ખાનગી એનજીઓમાં સોંપવામાં આવેલ છે. જેથી કરીને ગ્રામ્ય કક્ષાએ છેલ્લા ૩૬ વર્ષથી નજીવા વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ કર્મચારીઓને રોજગારી છીનવાઈ રહી છે. જેનો પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. 

સરકાર વિરોધી મતદાન કરવાની ચીમકી 
અત્રે નોંધનિય છે કે આ માંગને લઈને ૭૦થી વધુ ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ સમર્થન આપ્યું હોવાનો પણ કર્મચારી મંડળના સભ્યોએ ઉલ્લેખ કર્યો હતો.જો રાજ્ય સરકાર આ દિશામાં હકારાત્મક નિર્ણય નહી કરે તો વિધાનસભાની ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાન કરવાની પણ મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ