બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / before buy a new washing machine check major things in mind

કામની વાત / વોશિંગ મશીનમાં કયું બટન ક્યારે કરશો યૂઝ, આ રીતે કરશો દેખરેખ તો વધશે મશીનની આવરદા

Bhushita

Last Updated: 04:03 PM, 13 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ દરેક ઘરમાં વોશિંગ મશીન કોમન બની ગયું છે. મહિલાઓના કામને સરળ બનાવતું વોશિંગ મશીન તેમના સમયની બચત કરવાની સાથે સાથે શારીરિક શ્રમ પણ ઘટાડે છે. જ્યારે તમે નવું વોશિંગ મશીન ખરીદવા જાઓ છો ત્યારે તમારા મનમાં અનેક પ્રશ્નો રહે છે કે તમારા માટે કયું વોશિંગ મશીન સારું છે અને તેની દેખરેખ માટે કઇ વાતોનું તમારે ધ્યાન રાખવાનું રહે છે. કયું વોશિંગ મશીન તમારા ઘરના વપરાશ અનુસાર યોગ્ય રહેશે. આ સાથે મહત્વની ચીજ એ રહે છે કે કઇ રીતે કપડાં ધોવામાં આવે તો તમારા કપડાં અને મશીનની આવરદા વધી શકે છે.

  • વોશિંગ મશીન યૂઝ કરતાં રાખો આ સાવધાની
  • કપડાં ધોતા ધ્યાન રાખી લો આ ટિપ્સ
  • વોશિંગ મશીનની દેખરેખ માટે કામની છે ટિપ્સ

 

વોશિંગ મશીન ખરીદતાં પહેલાં રાખી લો આ વાતોનું ધ્યાન

6 કિલોના વોશિંગ મશીનમાં 10 કપડાં ધોઇ શકાય છે. પરિવારની સંખ્યાના આધારે વોશિંગ મશીન પસંદ કરો.
સેમી ઓટોમેટિક વોશિંગ મશીનમાં કપડાં વૉશ ટબથી સ્પિન ટબમાં રાખવામાં આવે છે, ફૂલ ઓટોમેટિક મશીનમાં ફક્ત વૉશ પ્રોગ્રામ સિલેક્ટ કરવાની જરૂર રહે છે. 
ફૂલ ઓટોમેટિક વોશિંગ મશીનમાં કંટ્રોલ પેનલ પર અનેક બટન હોય છે. કયું બટન ક્યારે યૂઝ કરવું તેની જાણકારી ખરીદતી સમયે કરો. 
ફૂલ ઓટોમેટિક મશીનમાં દરેક કપડાં ધોવાનો વિકલ્પ હોય છે. જ્યાં પાણીનું પ્રેશર ઓછું હોય છે તેવી જગ્યાએ સેમી ઓટોમેટિક મશીન ખરીદવું સારું રહે છે. 


આ રીતે કરો તમારા વોશિંગ મશીનની દેખરેખ, ચાલશે વધારે સમય

  • બાસ્કેટમાં પાણી ધીમી ગતિએ ભરો તો વોટર સપ્લાય હોજને અલગ કરો અને બ્રશથી ફિલ્ટર સાફ કરો. 
  • મશીનમાં મેન્ટેનન્સ કામ કરાવતાં પહેલાં ઇલેક્ટ્રિક પ્લગ કાઢવાનું ન ભૂલો. મેન બોડી અને કંટ્રોલ પેનલને મુલાયમ કપડાંથી સાફ કરો. વધારે ગંદગી લાગે તો ડિર્ટજન્ટનો ઉપયોગ કરો.
  • વૉશ ટબ ગંદુ થઇ જાય તો તેને લાઇટ સાબુથી સાફ કરો. બ્રશનો ઉપયોગ કરો અને સ્ક્રબરનો નહીં.
  • લિંટ ફિલ્ટરને નિયમિત રીતે સાફ કરો કેમકે ફિલ્ટરમાં લિંટ જામશે તો મશીનની સ્પીડ ઓછી થાય છે.
  • કપડાં ધોયા બાદ મશીનના ઢાંકણાને ખુલ્લુ રાખો જેથી અંદરનો ભેજ નીકળી શકે.
  • ક્યારેય બેનજીન થિનર, ક્લિંઝર કે અન્ય કેમિકલ ક્લિંઝરથી મશીનનું બોડી કે કંટ્રોલ પેનલ સાફ ન કરો.

કપડાં ધોતા રાખો આ ખાસ સાવધાની

  • ભારે અને હલકાં કપડાં સાથે ન ધૂઓ, તેનાથી કપડાં પર વજન વધવાથી કપડાં ફાટી શકે છે.
  • વધારે ગંદા કપડાંને અલગથી ધોવા એ યોગ્ય રીત છે.
  • ચાદરો એક સાથે ન ધૂઓ. તેનાથી તેમાં કરચલીઓ પડે છે અને સાથે નાના કપડાં તેની સાથે સરળતાથી ધોઇ શકાય છે.
  • જીન્સના કપડાં ઠંડા પાણીમાં ધૂઓ. તેને ધોતી સમયે ઊંધા કરો અને છાંયડામાં સૂકવો.

સંકળાયેલા મુદ્દાઓ

Cleaning tips Utility News Washing machine દેખરેખ વોશિંગ મશીન Utility Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ