Beauty Tips at home for woman how to make wax at home
બ્યૂટી ટિપ્સ /
પાર્લર બંધ છે? ના કરશો ચિંતા ઘરે આવી રીતે બનાવો વેક્સ અને અનિચ્છિય વાળથી મેળવો છુટકારો
Team VTV08:07 PM, 14 May 20
| Updated: 01:30 PM, 15 May 20
હાલ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બ્યૂટીપાર્લર અને સૂલન જેવી સેવાઓ લાંબા સમયથી બંધ છે. આ સમયે અનેક મહિલાઓને તેમના હાથ અને પગના અનિચ્છનીય વાળની લંબાઇ પરેશાન કરી રહી છે. ત્યારે આજે અમે તમને ઘરે વેક્સ બનાવવાનું જણાવી રહ્યા છીએ.
બ્યૂટી પાર્લર બંધ હોવાથી સર્જાઇ છે સમસ્યા?
આવી રીતે ઘરે વેક્સ બનાવીને મેળવો છુટકારો
પાર્લર જેવું વેક્સ ઘરે જાતે જ બનાવો અને મેળવો અનિચ્છિય વાળથી છુટકારો
પહેલા જે મહિલાઓ મહિનામાં એક વાર બ્યૂટીપાર્લર જઇને ક્લીનઅપ કરાવી લેવી હતી. તે હવે બ્યૂટીપાર્લર બંધ હોવાથી મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે. વળી બજારમાં મળતા હેર રિમૂવીંગ ક્રીમ પણ આઉટ ઓફ સ્ટ્રોક થઇ ગયા છે. જેના કારણે અનેક મહિલાઓને તેમના હાથ અને પગના વેક્સનું શું કરવું અને કેવી રીતે ખાલી સમયમાં પોતાની ત્વચા અને શરીરનું ધ્યાન રાખવું? તેની મુંઝવણ અનુભવે છે.
તમે ઘરે વેક્સ બનાવી શકો છો. અને લોકડાઉનના ખાલી સમયે વેક્સ કરીને પોતાની ત્વચાનું ધ્યાન રાખી શકો છો. સાથે જ અનિચ્છનીય વાળોથી તમને આમ કરવાથી મુક્તિ મળશે. અને તમને કોમળ ત્વચા મળશે. તો ઘરે વેક્સ બનાવવા માટે નીચેની સામગ્ર નોંધી લો.
ઘર પર વેક્સ બનાવવા માટે એક પેનમાં બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને એક ચોથાઇ પાણી નાંખો. તમે ઇચ્છો તો આમાં કોઇ એશિશિયલ ઓઇલના બે ટીપા પણ સારી સુંગધ માટે નાંખી શકો છો. તે પછી પેનને ગેસ પર મૂકી. ગેસ ચાલુ કરો. અને પછી એક મોટી ચમચીથી વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ પણે ઓગળી જાય અને એક ઘટ્ટ સીરપ બની જાય.
હવે કોઇ જૂની જીન્સ પડી હોય તો તેને લાંબા લંબચોરસ પટ્ટાના આકારમાં કાપી વેક્સિંગની સ્ટ્રિપ બનાવી લો. જ્યારે વેક્સ થોડો ઠંડો થાય તો એક ફ્લેટ ચમચીની મદદથી તેને સાફ સ્ક્રીન પર લગાવો. અને પછી જીન્સની સ્ટ્રિપથી વિરુદ્ધ દિશામાં ખેંચી વાળને દૂર કરો. પાછળથી તમે આ જીન્સના સ્ટ્રીપ સાબુથી સાફ કરીને ફરીથી વાપરી શકો છો. અને વધેલા વેક્સને કાચની બરણીમાં ભરી બીજી વાર માટે ઉપયોગમાં લઇ શકો છો. બીજી વાર વપરાશ કરતા પહેલા તેને ગેસ પર ગરમ કરી લો.
સાથે જ આ વાતોનું પણ ધ્યાન રાખો કે પીરિયડ્સ દરમિયાન સ્ક્રીન ખૂબ જ સેન્સિટિવ થઇ જાય છે. તો આ સમયે વેક્સિંગ કરવાનું ટાળો. વધુમાં વાળીની લંબાઇ સારી હોવી જોઇ. અને વેક્સ પહેલા જો કોઇ ક્રીમ હાથ પર લગાવ્યું હોય તો સાબુ અને પાણીથી હાથ બરાબર સાફ કરી લો. અને તમને પરસેવાની સમસ્યા રહેતી હોય તો તમે વેક્સ પહેલા થોડો પાવડર પણ હાથ પર લગાવી શકો છો. વેક્સ કર્યા પછી ફરી એક વાર ત્વચા સાફ કરી. તેની પર મનગમતો ક્રીમ લગાવવાનું ના ભૂલતા. આનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બનશે.