બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:03 PM, 17 February 2022
ADVERTISEMENT
લગ્નમાં વણબોલાયેલા મહેમાન કોને પસંદ હોય છે અને જો હા હોય તો મહેમાન જંગલી રીંછ હોય તો શું થાય, થઈ જાયને મામલો ગંભીર. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવા કરાઈ રહ્યો છે આ ચોંકાવનારો નજારો છત્તીસગઢના કાંકેરમાં આયોજિત એક લગ્ન સમારોહમાં જોવા મળ્યો હતો જ્યાં એક રીંછ તેના બે બચ્ચાંને પીઠ પર બેસાડીને
રીંછ ખોરાકની શોધમાં લગ્ન સમારોહમાં આવી ચડ્યું
કાંકેરમાં ચાલી રહેલા એક લગ્ન સમારોહમાં એક જબરી ઘટના બની છે. અહીં એક લગ્ન સમારોહમાં એક રીંછ તેના બે બચ્ચા સાથે લગ્ન સ્થળ પર પહોંચ્યું અને સ્ટેજ પર ચડીને તેની ઉત્સુકતા દર્શાવી. સ્ટેજ પર ચડીને તે આમથી તેમ ફાફાં મારતું હતું કદાચ તેને ભૂખ લાગી હતી અને ખોરાક શોધતું હતું. આ દરમિયાન કારમાં બેઠેલા વ્યક્તિએ આ દુર્લભ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.
ADVERTISEMENT
They are not happy with the arrangement. It seems. https://t.co/9Af4fErhdb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 16, 2022
રીંછને આવેલું જોઈને મહેમાનોમાં મચી નાસભાગ
અહેવાલ અનુસાર, કાંકેરના ગ્રીન પામ લૉન ખાતે સોમવારે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. ખોરાકની ગંધ જંગલમાં પહોંચી. આવી સ્થિતિમાં, જ્યારે વરરાજા અને વરરાજા આગળની વિધિ માટે સ્ટેજની બહાર નીકળ્યા અને ભીડ વિખરાઈ ગઈ, ત્યારે એક રીંછ તેના બે બાળકો સાથે ખોરાકની શોધમાં પંડાલમાં પહોંચ્યું. રીંછને આવી ચડેલું જોઈને મહેમાનોમાં નાસભાગી મચી હતી જોકે રીંછનો ઈરાદો કોઈને નુકશાન પહોંચાડવાનો નહોતો તે તો ફક્ત ખોરાકની શોધમાં આવ્યું હતું. આખરે ખાવાનુ ન મળતાં તે લગ્ન મંડપની બહાર નીકળી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.