સુરતમા અનેક વખત છેતરપીંડી ની ઘટના સામે આવે છે તેવામાં ફરી વખત બે ભેજાબાજો પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ના હાથે ઝડપાયા હતા.
સુરતમાં બિલ વગર આઈફોન વેંચતા 2 લોકો ઝડપાયા
સુરતના રાંદેર પો.સ્ટે વિસ્તારમાંથી ઝડપી પાડ્યા
બિલ વગરના મોબાઈલ ફોન વેચવા લાવતા હતા
સુરત ના બે યુવકો વિદેશ થી લૂઝ પેકિંગ મા એપલ ફોન મંગાવી દિલ્લી ખાતે થી બોક્સ મંગાવી આઈ એમ ઈ આઈ નમ્બર કોમ્પ્યુટર માં ટાઈપ.કરી ઓરીજનલ મોબાઈલ ફોન ના બીક્સ જેવા બારકોડ મારી વહેંચતા ઈસમો ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.
મોબાઈલ ફોન બજાર કિંમત કરતા ઓછા ભાવે વગર બિલ આપતા
સુરતમા અનેક વખત છેતરપીંડી ની ઘટના સામે આવે છે તેવામાં ફરી વખત બે ભેજાબાજો પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ના હાથે ઝડપાયા હતા..વિદેશ થી લૂઝ પેકિંગ મા એપલ મોબાઈલ ફોન મંગાવતા હતા જેથી કસ્ટમ અને ટેક્સ ના ભરવો પડે. ત્યારબાદ દિલ્લી ખાતે થી એપલ કંપની ના હૂબહૂ નકલ કરાયેલા બોક્સ પણ.લૂઝ પેકિંગ માં મંગાવતા હતા. ત્યાર બાદ સુરત બોક્સ લાવી તેમાં એપલ કંપની ના મોબાઈલ બોક્સ પર લગાવવા માં આવતા સ્ટીકરો.પણ કોપી મારી લગાવતા હતા. સાથે લેપટોપ માં.ટાઈમ કરી આઈ એમ ઈ આઈ પણ લગાવવામાં આવતા હતા સાથે જરૂરી એસેસરીઝ પણ બોક્સ મા નાખી મોબાઈલ ફોન બજાર કિંમત કરતા ઓછા ભાવે વગર બિલ આપતા હતા.
એપલ કંપની ની ફરિયાદ ના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે
બાતમી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ને મળતા પોલીસે અડાજણ વિસ્તાર આવેલ ઋષભ ચાર રસ્તા પર આવેલી સંગીની મેગ્નેસ કોમ્પ્લેક્સ માં આવેલી ઓફિસ 314 માં આવેલી મોબીકેર સર્વિસીસ નામની દુકાન માં રેડ કરી હતી..જ્યાંથી પોલીસ ને એપલ કમ્પની ના 238 મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત 73,57,000 સાથેજ દુકાન માં રહેલી 61 નંગ 17,80,000 ની કિંમત ની સ્માર્ટ વોચ , યુ એસ બી ચાર્જર ,લેપટોપ ,એપલ કંપની ના ખાલી બોક્સ સહિત બે ઈસમ ફઈમ ફાતિમ મોતીવાળા અને સઈદ ઇબ્રાહિમ પટેલ ને ઝડપી પાડયા હતા.સાથેજ સુરત પોલીસે એપલ કંપની ને પણ આ વાત ની જાણ કરતા એપલ કંપની ટિમ પણ રવાના થઈ ગઈ હતી. હાલ એપલ કંપની ની ફરિયાદ ના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.