બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Be careful while buying gold on Dhanteras, pay special attention to these four things to avoid fraud

તમારા કામનું / ધનતેરસ પર સોનું ખરીદતા સમયે રહેજો સાવધાન, છેતરપિંડીથી બચવા આ ચાર વાતોનું રાખજો ખાસ ધ્યાન

Megha

Last Updated: 11:30 AM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી અથવા ધનતેરસના અવસર પર સોનું ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેવી કેટલીક વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે
  • સોનું ખરીદતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
  • સોનું ખરીદતા સમયે આ વાતોનું રાખો ધ્યાન 

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને દિવાળી પહેલા ધનતેરસ આવે છે. એ દિવસે લોકો તેમની ક્ષમતા અનુસાર સોનું પણ ખરીદે છે. કારણ કે ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.  કેટલાક સોનાના દાગીના ખરીદે છે તો કેટલાક સોનાના બિસ્કિટ ખરીદવાનું પસંદ કરે છે.પણ તહેવારોની સિઝનમાં એ જોવું જરૂરી બની જાય છે કે સોનું ખરીદતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો છેતરપિંડીનો શિકાર બની શકો છો. આજે અમે તમને દિવાળી અથવા ધનતેરસના અવસર પર સોનું ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેવી કેટલીક વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

સોનું ખરીદતા સમયે આ વાતોનું રાખો ધ્યાન 

- પાકું બિલ જરૂરથી લો - 
જો તમે આ ધનતેરસ અથવા દિવાળીના તહેવાર પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો એ સમયે તેનું પાકું બિલ જરૂરથી લેવું જોઈએ. પાકું બિલ એટલા માટે જરૂરી છે કે ફરીથી ક્યારેય સોનું વહેંચવાની જરૂર પડે તો ત્યારે  તેમાં કોઈ સમસ્યા ઊભી થાય તો આ બિલ ઘણું મદદરૂપ સાબિત થાય છે. બસ એટલું ધ્યાન રાખો કે કાચું નહીં પણ પાકું બિલ લો. 

- હૉલમાર્ક જુઓ -
જો તમે પણ દિવાળીના તહેવાર પર સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો અસલી અને નકલી સોનામાં તફાવત કરતાં આવડવું જોઈએ નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એટલા માટે જ આ તહેવારની સિઝનમાં સોનું ખરીદતી સમયે હોલમાર્ક માર્ક ચેક કરવું જરૂરી છે. હોલમાર્ક માર્કથી અસલી-નકલી સોનાની સાથે તેની શુદ્ધતાની પણ ઓળખાણ કરી શકાય છે. 

- ટાંકાનું ધ્યાન રાખો -
સોનું ખરીદતા સમયે સૌથી જરૂરી વાત એ છે કે તમારે જાણવું જોઈએ કે એ સોનામાં કેટલા ટાંકા લાગ્યા છે. જ્યારે સોનાના દાગીના બનાવવામાં આવે છે, ત્યારે તેમાં ચાંદી, તાંબુ, રાગા અથવા અન્ય ધાતુઓથી ટાંકા લગાવવામાં આવે છે. એટલા માટે એ જાણી લો કે કેટલા ગ્રામ સોનામાં કેટલા ગ્રામણઆ ટાંકા લગાવવામાં આવ્યા છે.

- વિશ્વસનીય જગ્યાએથી જ ખરીદો -
આ દિવાળી અથવા ધનતેરસ પર સોનું ખરીદતી વખતે વિશ્વાસપાત્ર જગ્યાએથી જ સોનું ખરીદવું જોઈએ. તમે કોઈ મોટા અને જાણીતા સ્ટોરમાંથી સોનું ખરીદી શકો છો પણ એવી જગ્યાએથી સોનું ન ખરીદો જ્યાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ