બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / bccis plan b for ipl 2022 league in south africa or sri lanka not in uae

વિચારણા / કોરોના તો ફરી વધ્યો, હવે IPLનું શું થશે? જાણો BCCIનો શું છે પ્લાન B

Premal

Last Updated: 01:32 PM, 13 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની નવી સિઝન આવવાની છે. પરંતુ આ સાથે દેશમાં કોરોના દિવસે-દિવસે હાહાકાર મચાવતો જાય છે. કોરોના પોતાના કહેરનો શિકાર લોકોને બનાવી રહ્યો છે. યાદ છે ને ગઇ વખતે કેવીરીતે કોરોનાએ ભારતમાં આયોજીત થયેલી લીગ પર અધવચ્ચે બ્રેક લગાવી હતી. પછી બાકી બચેલી મેચ BCCIએ UAEમાં રમી હતી.

  • દેશમાં કોરોના વાયરસનો હાહાકાર
  • IPLની 15મી સિઝન માટે BCCI અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે
  • જો એપ્રિલ સુધીમાં કોરોનાના કેસો નહીં ઘટે તો અન્ય વિકલ્પો તપાસવા પડશે

IPLની 15મી સિઝન માટે BCCI પ્લાન બી પર કરી રહ્યું છે કામ

મીડિયા રિપોર્ટ મુજબ, હવે IPLની 15મી સિઝનમાં આવી કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અત્યારથી જ પ્લાન બી પર કામ કરી રહ્યું છે. જો એપ્રિલ સુધી દેશમાં કોરોનાના કેસો ઘટ્યા નહીં તો BCCIએ ફરીથી વિદેશમાં આયોજન કરવુ પડે તેવી નોબત આવી શકે છે. પરંતુ હવે UAEમાં નહીં રમાય. આ વખતે BCCIના પ્લાન Bમાં જે દેશોનું નામ આગળ ચાલી રહ્યું છે, તેમાંથી એક સાઉથ આફ્રિકા અને બીજુ શ્રીલંકા છે. સાઉથ આફ્રિકાને પહેલાં પણ એક વખત વર્ષ 2009માં BCCIને ટી-20 લીગને આયોજીત કરાવવાનો અનુભવ રહ્યો છે.

અમે દરેક વખતે માત્ર UAEના સથવારે ના રહી શકીએ: BCCI 

દેશમાં કોરોનાની વણસી રહેલી સ્થિતિને પગલે UAE છેલ્લાં 2 વર્ષથી BCCIના મોટા ક્રિકેટ આયોજનોની પહેલી પસંદ બનીને ઉભરી રહ્યું છે. તો IPL 2021ની બીજી હાફ રમવામાં આવી. પછી T20 વર્લ્ડ કપ 2021નું આયોજન પણ ત્યાં કરાવવામાં આવ્યું. પરંતુ હવે BCCIએ UAE સિવાય અન્ય વિકલ્પો પર વિચારવાનું શરૂ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે અમે દરેક વખતે ફક્ત UAEના સથવારે ના રહી શકીએ. અમારે અન્ય વિકલ્પ પણ તપાસવા પડશે. સાઉથ આફ્રિકા અને ભારતના સમયમાં જે ફરક છે, તે પણ ખેલાડીઓ અને ક્રિકેટ પ્રશંસકોને વધુ અનુકૂળ રહેશે.

સાઉથ આફ્રિકા યોગ્ય પસંદગી

દક્ષિણ આફ્રિકાના સમયથી ભારત 3 કલાક 30 મિનિટ આગળ છે. એટલેકે દક્ષિણ આફ્રિકામાં સાંજના 4 વાગ્યે પહેલો બોલ નખાશે. જ્યારે ભારતમાં સાંજે સાડા સાત થયા હશે. જેનાથી બ્રોડકાસ્ટના સમય પર પણ કોઈ વધુ ફરક પડશે નહીં અને મેચ યોગ્ય સમયે સમાપ્ત થઇ જશે. જેનાથી ખેલાડીઓને આરામ પણ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ