બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI secretary Jay Shah to head finance and commercial affairs committee of ICC

નિયુક્તી / BCCI સેક્રેટરી જય શાહને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન, ICCમાં મળ્યો આવો મોટો હોદ્દો

Hiralal

Last Updated: 04:01 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI સેક્રેટરી જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ફાઈનાન્સ એન્ડ કોર્મશિયલ અફેર્સ કમિટીના પ્રમુખ નિમાયા છે.

  • BCCI સેક્રેટરી જય શાહનું આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું માન
  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં મળ્યો મોટો હોદ્દો 
  • ફાઈનાન્સ એન્ડ કોર્મશિયલ અફેર્સ કમિટીના પ્રમુખ નિમાયા 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું બહુમાન મળ્યું છે. 
જય શાહને આઇસીસીની પાવરફૂલ ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટિના વડા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે જય શાહને જે હોદ્દો મળ્યો છે તે આઈસીસીના ચેરમેનની જેટલો પાવરફૂલ છે. ઉલ્લેખનીય છે તાજેતરમાં ગ્રેગ બાર્કલેની આઈસીસી ચેરમેન તરીકે વરણી થયેલી છે. શાહ આગામી દિવસોમાં આઇસીસીની વાર્ષિક બોર્ડ મીટિંગ માટે મેલબોર્ન પહોંચશે. બીસીસીઆઇના નવા ચૂંટાયેલા પ્રમુખ રોજર બિન્ની અને આઇપીએલના ચેરમેન અરુણ ધુમલ પણ ટી-20 વર્લ્ડ કપની કાર્યવાહી જોવા ઓસ્ટ્રેલિયા પહોંચશે તેમ મનાય છે.

જય શાહને મળેલો હોદ્દો કેટલો પાવરફૂલ 
જય શાહ આઇસીસીની પાવરફૂલ ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટિના વડા તરીકે ચૂંટાયા છે. આ કમિટી સભ્ય રાષ્ટ્રોમાં આવકની વહેંચણી અને વિવિધ મોટા સ્પોન્સરશિપ સોદાઓ કરવા, આઇસીસીના વાર્ષિક બજેટ નક્કી કરવા, 
આવકની વહેંચણીના મોડેલ, સ્પોન્સરશિપ અને વિવિધ અધિકારોના સોદાઓ નક્કી કરવાનું કામ કરે છે. 

સૌરવ ગાંગુલી ગત વર્ષ કમિટીના સભ્ય બન્યાં હતા 
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગત વર્ષ સુધી એફ એન્ડ સીએ કમિટીના સભ્ય હતા. "ભારત વૈશ્વિક ક્રિકેટનું વાણિજ્યિક કેન્દ્ર છે, જેમાં 70 ટકાથી વધુ સ્પોન્સરશિપ આ વિસ્તારમાંથી આવે છે. આઇસીસીના સૂત્રએ જણાવ્યું હતું કે, "આઇસીસી એફએન્ડસીએનું નેતૃત્વ હંમેશા બીસીસીઆઇ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ