bcci decides to dilute justice lodha reform on tenure at agm term may be extended of sourav ganguly
બેઠક /
BCCIની એજીએમ પૂર્ણ, 2024 સુધી વધારવામાં આવી શકે છે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ
Team VTV04:08 PM, 01 Dec 19
| Updated: 04:20 PM, 01 Dec 19
બીસીસીઆઇની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) રવિવારે મુંબઇમાં યોજાઇ. તેમા લોઢા કમિટીની ભલામણોમાં બદલાવને મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે જેથી ઉચ્ચ પદો પર રહેલા અધિકારીઓના કાર્યકાળ વધારવામાં આવી શકે. પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજુરી આપવામાં આવે છે તો, BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે.
AGMમાં લોઢા કમિટીની ભલામણોમાં બદલાવને મંજુરી આપવામાં આવી છે
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધારવામાં આવી શકે
સૌરવને ઓક્ટોબરમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેમનો 9 મહીનાનો કાર્યકાળ આવતા વર્ષે જુલાઇમાં ખતમ થઇ રહ્યો છે. પ્રસ્તાવને મંજુરી મળ્યા બાદ તેમનો કાર્યકાળ 2024 સુધી વધારવામાં આવી શકે છે.
બોર્ડની એજીએમમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનિવાર્ય વહીવટીય સુધારાઓમાં ઢીલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેના માટે સુપ્રીમ કોર્ટની મંજુરી જરુરી રહેશે. 2003 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહેલા ગાંગુલી બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર એજીએમ યોજાઇ હતી.
2024 સુધી વધશે કાર્યકાળ?
બોર્ડના એક ટોચના અધિકારીઓએ કહ્યું, 'તમામ પ્રસ્તાવિત સંશોધનોને મંજુરી આપવામાં આવી ગઇ છે અને તેને સુપ્રીમ કોર્ટની સ્વીકૃતિ માટે સુપ્રીમ કોર્ટમાં મોકલી દેવામાં આવશે. જો સ્વીકૃતિ મળી જાય છે તો ગાંગુલી વર્ષ 2024 સુધી BCCIના ચીફ બની રહી શકે છે.