બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Batting with rain in Ahmedabad

આફતના વાદળ વેરાયા / કરોડો ક્રિકેટના રસિકો માટે સારા સમાચાર, મોદી સ્ટેડિયમ વિસ્તારમાં વરસાદ થયો બંધ, મેચ શરૂ થાય તેવી શક્યતા

Dinesh

Last Updated: 11:15 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL રસિયા મેચ જોવા માટે માંડ માંડ નમો સ્ટેડિયમમાં પહોંચ્યાં કે, ત્યાં તો મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી હતી અને એક કલાકમાં અંદાજીત દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે

  • અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર બેટિંગ
  • કડાકા ભડાકા સાથે ભારે વરસાદ
  • રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી


એક બાજુ  IPL 2023ના ફાઇનલ મેચનો મહામૂકાબલો શરૂ થયાની તૈયારી જ હતી કે ત્યાં અમદાવાદમા વરસાદ વેરી બન્યો. કડાકા અને ભડાકા સાથે વરસાદે સતત એક કલાક સુધી બેટિંગ કર્યું. મેચ રસિયા મેચ જોવા માટે માંડ માંડ નમો સ્ટેડિયમમાં પહોંચ્યાં કે, ત્યાં તો મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જ્યાં દર્શકોએ વરસાદને લઈ છતનો સહારો લીધો હતો અને પોતાની બેઠક વ્યવસ્થા છોડી તેઓ છત અને સ્ટેડિયમની સિડીએ જોવા મળ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું
અમદાવાદમાં એક કલાકમાં અંદાજીત દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદી આફત એવી વરસી કે, જાણે ચોમાસું જામ્યું હોય. અમદાવાદના રસ્તાઓ પર ગોઠણસમા પાણી વહેતા થયાં હતાં. જોકે તોફાની પવન સાથે ખાબકેલા વરસાદે અમદાવાદીઓને ગરમીમાંથી આંશિક રાહત તો આપી છે. પરંતુ બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓની આશા પર પાણી ફેરવી દીધું.. કારણ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર આઈપીએલની ફાઈનલ મેચ કેન્સલ થવાના એંધાણ સર્જી દીધા હતા. જેને લઈને ચાહકોમાં નિરાશાનો માહોલ છવાયો હતો. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડની બેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ મેદાનને 15 મિનિટમાં કોરૂં કરી શકે છે. પરંતુ ક્રિકેટના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે અને સ્ટેડિયમ પર વરસાદ બંધ થયો છે, એક લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં હાજર છે.

ગરમીથી રાહત, ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતિત
સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળીનાં કડાકાભડાકા સાથે વરસાદ શરુ થયો હતો. અમદાવાદ સહિતના જિલ્લામાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.. અમદાવાદ શહેરની વાત કરીએ તો. સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિત સમગ્ર અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ પડ્યો. તો જૂના અમદાવાદમાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે વરસાદની શરૂઆત થતાની સાથે જ વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે હજૂ પણ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

ક્રિકેટ મેચ યોજાશે કે કેમ?
આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ પોતાનો પાંચમી વખત જીતનો તાજ હાંસલ કરશે કે ગુજરાત સતત બીજી વખત ચેમ્પિયન બનશે. તે આજે બળાબળના પરખા થયા બાદ મેચમાં નક્કી થશે. પરંતુ આ મેચ અગાઉ હવામાનનો મોટો સંકટ તોળાઈ રહ્યો છે. એક બાજુ અમદાવાદના વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ ત્રાટકી રહ્યો છે ત્યારે ચાહકોના મનમાં પણ એક જ સવાલ છે કે ક્રિકેટ મેચ યોજાશે કે કેમ?
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news IPL 2023 Rainfall કરા સાથે વરસાદ ભારે વરસાદ Ahmedabad Rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ