બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ક્યારે મનાવવામાં આવશે વસંત પંચમી?
માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમે વસંત પંચમીનુ પર્વ મનાવવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 26 જાન્યુઆરીએ ગુરૂવારે છે. વસંત પંચમીની સાથે આ વખતે ગણતંત્ર દિવસનો પર્વ પણ મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ મુજબ, સૃષ્ટીના રચયિતા બ્રહ્માજીના મુખમાંથી વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીનુ પ્રાગટ્ય થયુ હતુ અને સૃષ્ટિને આ દિવસે ધ્વનિ પણ મળી હતી. આ સાથે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
ADVERTISEMENT

આ મંત્રથી દૂર થશે કારકિર્દીમાં અડચણો
ADVERTISEMENT
ઓમ શારદા માતા ઈશ્વરી મેં નિત સુમરિ તોય હાથ જોડ અરજી કરું વિદ્યા વર દે મોય |
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી બળ, તેજ, જ્ઞાન, બુદ્ધી વગેરે પ્રાપ્ત થાય છે અને માતા સરસ્વતીનો આશીર્વાદ મળે છે. માં શારદાનો આ મંત્ર ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. આ મંત્રના જાપથી કારકિર્દીમાં આવતી અડચણો દૂર થાય છે.
આ મંત્રથી વેપારમાં થશે વધારો
ADVERTISEMENT
શારદા શારદાંભૌજવદના, વદનામ્બુજે |
સર્વદા સર્વદાસ્માકમં સન્નિધિમં સન્નિધિમં ક્રિયાત |
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ કરવાથી નોકરી અને વેપારમાં વધારો આવે છે અને સારા સંપર્ક બને છે. આ મંત્રનો તુલસીની માળાથી 108 વખત જાપ કરો.

ADVERTISEMENT
આ મંત્રોનો વસંત પંચમીએ કરો જાપ
સરસ્વતીનો બીજ મંત્ર 'ક્લીં' છે.
ઓમ એં ર્હીં ક્લીં મહાસરસ્વતી દેવ્યૈ નમ: |
સરસ્વતી ઓમ સરસ્વત્યૈ નમ: |
મહામાયા ઓમ મહમાયાયૈ નમ: |
શ્રીપદા ઓમ શ્રીપદાયૈ નમ: |
જ્ઞાનમુદ્રા ઓમ જ્ઞાનમુદ્રાયૈ નમ: |
પદ્માક્ષી ઓમ પદ્મા ક્ષ્નૈય નમ: |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.