બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banned quantity of e-cigarettes seized from Mundra port in Kutch

મોટા સમાચાર / કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 48 કરોડથી વધુની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત, ચીનથી આવેલ કન્ટેનરમાંથી 2 લાખ સ્ટિક્સ મળી આવી

Malay

Last Updated: 10:55 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને સુરત DRIની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા પોર્ટ પરથી ઈ-સિગારેટનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બે શંકાસ્પદ કેન્ટેનરની તપાસ કરતા એક કેન્ટેનરમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો.

  • કચ્છમાં મુન્દ્રા પોર્ટ ઉપરથી ઝડપાયો ઈ-સિગારેટનો જથ્થો
  • DRIએ 48 કરોડથી વધુનો પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કર્યો જપ્ત 
  • ચીનથી આવ્યો હતો આ ઈ-સિગરેટનો જથ્થો  

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી DRIએ પ્રતિબંધિત ઈ-સિગારેટનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઈ-સિગરેટનો જથ્થો ચીનથી આવ્યો હતો. ગુજરાતમાં DRIની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. 

અમદાવાદ અને સુરત DRIની ટીમનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદ અને સુરત DRIની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી આશરે 48 કરોડથી વધુની ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટીમ દ્વારા બે શંકાસ્પદ કેન્ટેનરને અટકાવી તેની તપાસ કરવામાં આવતા એક કેન્ટેનરમાંથી 2,00,400 (બે લાખ ચારસો) પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. તો બીજા કન્ટેનરમાંથી મીસડિક્લેરેશનનો જથ્થો મળી આવ્યો હતો. હાલ આયાતકારના અન્ય કન્ટેનર્સની તપાસ પણ DRIની ટીમે હાથ ધરી છે.

વધુ એક વાર આ પ્રકારનું મોટુ ષડયંત્ર ઝડપાતા સબંધિતોમાં ફફડાટ 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર જ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે. મુંદ્રા પોર્ટ અને એપસેઝ સબંધિત આ પ્રકરણમાં વધુ એક વાર આ પ્રકારનું મોટુ ષડયંત્ર ઝડપાતા સબંધિતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અગાઉ આ મહિનાની શરૂઆતમાં પણ 20 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના સચિન હાઈવે પરથી ઈ-સિગારેટના કન્ટેનર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે ENDS (ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અથવા ઈ-સિગરેટ્સ ઉત્પાદનો?

ENDS(ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અથવા ઈ-સિગરેટ્સ બેટરી વડે ચાલતા ઉત્પાદનો છે જેમાં નિકોટીન સાથે મિશ્રિત પ્રવાહીઓને બેટરી વડે ગરમ કરીને તેમને વરાળમાં ફેરવવામાં આવે છે. આ વરાળને શ્વાસ વાટે અંદર લઈને ફેફસામાં ભરીને તેને બહાર ફેકવામાં આવે છે. તેનો આકાર રેગ્યુલર સિગરેટ્સ કરતા જુદો હોય છે અને તે નાનકડી પેન અથવા USB પેનડ્રાઈવ જેવા દેખાતા હોય છે.

શું ઉદ્દેશ્ય હતો ENDS અથવા ઈ-સિગરેટ્સ ઉત્પાદનોનો?

ENDS અથવા ઈ-સિગરેટ્સ ઉત્પાદનોનો હેતુ સિગરેટ્સ અને તમાકુના વ્યસનીને સિગરેટ્સ કરતા ઓછું નુકશાન કરે તેવી પ્રોડક્ટ તરફ વાળીને ક્રમશઃ તેને સિગરેટ્સના વ્યસનથી મુક્ત કરવાનો હતો.

કેમ ઉદ્દેશ્ય નિષ્ફળ રહ્યો?

2006માં જયારે યુરોપમાં પહેલવહેલી વખત ઈ-સિગરેટ્સ લોન્ચ થઇ ત્યારે તેને બે પ્રકારના લોકો પીતા હતા. 1. જેઓ પોતાનું રેગ્યુલર સિગરેટ્સનું વ્યસન છોડવા માંગતા હતા. આ લોકો કમનસીબે વખત જતા ઈ-સિગરેટ્સના વ્યસની થવા માંડ્યા. 2. તરુણો અને યુવાનો જેમણે ક્યારેય રેગ્યુલર સિગરેટ્સ પીધી નહોતી તેઓ પણ ઈ-સિગરેટ્સના રવાડે ચડી ગયા. આ યુવાનો વખત જતા રેગ્યુલર સિગરેટ્સ પણ પીવા માંડ્યા. આમ ઈ-સિગરેટ્સ તેમને રેગ્યુલર સિગરેટ્સની શરૂઆત કરવા માટે પ્રેરક ઉત્પાદન બની ગયું.

ક્યાંથી થઇ પ્રતિબંધની શરૂઆત?

સિગરેટ્સ પિતા લગભગ 380 લોકોને ગંભીર ફેફસાની બીમારીઓ સામે આવી અને 6 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયા. સિગરેટ્સ પર પ્રતિબંધ મુક્યો. અમેરિકાના એક સર્વે મુજબ ઈ-સિગરેટ્સ પર પ્રતિબંધ મુકવાવાળું પ્રથમ શહેર હતું. ત્યાર પછી ન્યુ યોર્ક શહેરે પણ ઈ-સિગરેટ્સ પર પ્રતિબંધ મુક્યો. અમેરિકાના એક સર્વે મુજબ ઈ-સિગરેટ્સ પિતા લગભગ 380 લોકોને ગંભીર ફેફસાની બીમારીઓ સામે આવી અને 6 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયા.  2017માં ભારતમાં ઈ-સિગરેટ્સનું 107 કરોડનું માર્કેટ હતું. જો આ પ્રતિબંધ ન આવ્યો હોત તો આ માર્કેટ 2024માં 322 કરોડ સુધી પહોચી જવાની સંભાવના હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ