બેંક ગ્રાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનું કામ પુરુ કરવા માટે વધું એક કલાકનો સમય મળશે.
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર
બેંકના કામકાજ સમયમાં થયો મોટો ફેરફાર
ગ્રાહકોને મળશે વધુ એક કલાકનો સમય
બેંક ગ્રાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનું કામ પુરુ કરવા માટે વધું એક કલાકનો સમય મળશે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ 18 એપ્રિલ 2022 એટલે કે સોમવારથી બેંકો ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે. હવે બેંક સવારે 9 વાગ્યે ખુલી જશે. જો કે, બેંક બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થયો નથી.
હકીકતમાં જોઈએ તો, કોરોના વાયરસ મહામારીના કારણે બેંકો દિવસમાં ખોલવાનો સમય ઘટાડી દીધો હતો. જેને હવે ફરીથી સામાન્ય કરવામાં આવ્યો છે. આ નવી સુવિધા 18 એપ્રિલથી લાગૂ થઈ જશે.
આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલા બજારોના ટ્રેડિંગ સમય પણ બદલાયા છે
આરબીઆઈએ આ અગાઉ તેના દ્વારા સંચાલિત કેટલાય બજાર ટ્રેડિંગ ટાઈમિંગમાં ફેરફાર કોવિડ 19થી પહેલાના સમયને લાગૂ કરી દીધા છે. નવા ટ્રેડિંગ ટાઈમ પણ સોમવારથી લાગૂ થઈ જશે. આરબીઆઈની દેખરેખમાં કોલ મની, ગવર્મેંટ પેપર્સ, ગવર્મેંટ સિક્યોરિટીઝ, રેપો ઈન કોર્પોરેટ બોન્ડ્સ તથા રૂપી ઈંટરસ્ટ રેડ ડેરિવેટિવ સામેલ છે. ઉપરોક્ત ઉલ્લેખિત તમમ બજારો સહિત આરબીઆઈ દ્વારા વિનિયમિત બજાર હવે સવારે 10 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યે ખુલી જશે.
કાર્ડલેસ એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા ટૂંક સમયમાં
આરબીઆઈએ તમામ બેંકોને ટૂંક સમયમાં કાર્ડલેસ એટીએમ ટ્રાન્ઝેક્શન સુવિધા શરૂ કરવાની સૂચના પણ આપી છે. ગ્રાહકોને ટૂંક સમયમાં UPI દ્વારા બેંકો અને તેમના ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે. RBI કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવી રહી છે. આ કરવા માટે, યુપીઆઈ દ્વારા તમામ બેંકો અને તેમના એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે.
છેતરપિંડી રોકવાની આશા
નિષ્ણાતોનું કહેવું છે કે, કાર્ડલેસ કેશ ટ્રાન્ઝેક્શનમાં એટીએમ પિનની જગ્યાએ મોબાઈલ પિનનો ઉપયોગ કરવામાં આવશે, જે એટીએમ દ્વારા છેતરપિંડી રોકવામાં મદદ કરશે. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન વ્યવહારોને સરળ બનાવશે અને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન કાર્ડ ક્લોનિંગ, કાર્ડની ચોરી અને અન્ય ઘણા પ્રકારની છેતરપિંડીઓને રોકવામાં મદદ કરશે. નોંધનીય છે કે SBI અને ICICI સહિત ઘણી બેંકો પહેલાથી જ કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહી છે.