બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank holidays 2021 banks will remain closed for 17 days in november

તમારા કામનું / 4 દિવસમાં બેન્કના જરૂરી કામ પતાવી દેજો, નવેમ્બરમાં 17 દિવસ બંધ રહેવાની છે બેન્કો, જાણો તમારા શહેરની હોલિડે લિસ્ટ

Arohi

Last Updated: 12:03 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનામાં પુરા 17 દિવસ બંધ રહેશે બેન્કો. અહીં જાણીલો સંપૂર્ણ લિસ્ટ

  • નવેમ્બર પહેલા પતાવી લેજો જરૂરી કામ 
  • આતવા મહિને 17 દિવસ બંધ રહેશે બેન્કો
  • જાણો તમારા શહેરની લિસ્ટ 

જો તમે પણ નવેમ્બર મહિનામાં બેન્ક સાથે જોડાયેલા કામો કરવાના છો તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે. નવેમ્બર 2021માં ધનતેરસ, દિવાળી, ભાઈ બીજી, છઠ પૂજા, ગુરૂનાનક જયંતી જેવી ઘણી રજાઓ આવવાની છે. તેમાં આખા મહિનામાં કુલ 17 દિવસ બેન્કો બંધ રહેશે. આ મહિનામાં ઘણા દિવસો સુદી સતત બેન્કો બંધ રહેવાની છે એવામાં જો તમારે પણ જરૂરી કામ પતાવાના છે તો તરત જ તેને પૂરા કરી લો. 

17 દિવસ સુધી બંધ રહેશે બેન્ક 
ભારતીય રીઝર્વ બેન્કે (RBI) નવેમ્બર મહિના માટે મોટાભાગની રજાઓની યાદી જાહેર કરી છે. જેના અનુસાર, નવેમ્બર મહિનામાં 17 રજાઓ છે. તે સમયે ભારતના ઘણા શહેરોમાં સતત બેન્કો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આ 17 દિવસની રજાઓમાં સાપ્તાહિક રજાઓ પણ શામેલ છે. RBI ગાઈડલાઈન્સ અનુસાર, રવિવારની સાથે સાથે મહિનાના બીજા ચોથા શનિવારે બેન્ક બંધ રહે છે. નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ હેઠળ આરબીઆઈએ 1,3,4,5,6,10,11,12,19,22 અને 23 નવેમ્બરે રજાઓની જાહેરાત કરી છે. તે ઉપરાંત મહિનામાં ચાર રવિવારે બીજા અને ચોથા શનિવારે પણ રજાઓ છે. 

નવેમ્બર 2021માં બેન્કોની રજાઓ 

  • 1 નવેમ્બર- કન્નડ રાજ્યોત્સવ / Kut- બેંગ્લોર અને ઈંફાલમાં બેન્ક બંઝ 
  • 3 નવેમ્બર- નરક ચતુર્દશી- બેંગ્લોરમાં બેન્ક બંધ 
  • 4 નવેમ્બર- દિવાળી અમાવસ (લક્ષ્મી પૂજા)/ દિવાળી/ કાળી પૂજા-બેંગ્લોરને છોડીને દરેક રાજ્યોમાં બેન્ક બંધ 
  • 5 નવેમ્બર- દિવાળી (બલિ પ્રતિપદા)/ વિક્રમ સંવત ન્યૂ યર/ ગોવર્ધન પૂજા- અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, દહેરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૈઉ, મુંબઈ અને નાગપુરમાં બેન્ક બંધ 
  • 6 નવેમ્બર- ભાઈ બીજ/ ચિત્રગુપ્ત જયંતી/ લક્ષ્મી પૂજા/ દિવાળી/ નિંગોલ ચાકોબા- ગંગટોક, ઈંફાલ, કાનપુર, લખનૌઉ અને શિમલામાં બેન્ક બંધ 
  • 7 નવેમ્બર- રવિવાર 
  • 10 નવેમ્બર- છઠ પૂજા/ સૂર્ય પષ્ઠી ડાલા છઠ- પટના અને રાંચીમાં બેન્ક બંધ 
  • 11 નવેમ્બર- છઠ પૂજા- પટનામાં બેન્ક બંધ 
  • 12 નવેમ્બર – વાંગલા ઉત્સવ – શિલોંગમાં બેંકો બંધ
  • 13 નવેમ્બર - શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
  • 14 નવેમ્બર - રવિવાર 
  • 19 નવેમ્બર - ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા - આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંકો બંધ
  • 21 નવેમ્બર - રવિવાર
  • 22 નવેમ્બર - કનકદાસ જયંતિ - બેંગલુરુમાં બેંકો બંધ
  • 23 નવેમ્બર - સેંગ કુટ્સનમ - શિલોંગમાં બેંકો બંધ
  • નવેમ્બર 27 - શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
  • 28 નવેમ્બર - રવિવાર 

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holidays 2021 November  RBI બેન્ક bank holidays 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ