તમે આ મહિને 2000ની નોટો બદલવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે જૂનમાં 12 દિવસની રજાઓ છે જેમાં બેંકોમાં કોઈ કામ નહીં થાય.
જૂન મહિનામાં કુલ 12 દિવસ સુધી બેંકોબંધ રહેશે
12 દિવસ 2000ની નોટ પણ નહીં બદલી શકો
12 રજાઓમાં છ સાપ્તાહિક રજાઓ
જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને જો તમારી પાસે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂ. 2000ની નોટો બદલવા સિવાય અન્ય મહત્વપૂર્ણ બેંકિંગ કામ હોય તો બેંક હોલિડે લિસ્ટ જોયા પછી જ ઘરની બહાર નીકળો. આરબીઆઈના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં કુલ 12 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. આ બેંક રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે.
12 દિવસ 2000ની નોટ પણ નહીં બદલી શકો
એ વાત તો અપઅને બધા જાણીએ કે છીએ કે 19 મે 2023 ના રોજ રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. દેશની બેંકોમાં તેમને બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થઈ છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવામાં જો તમે આ મહિને નોટો બદલવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે જૂનમાં 12 દિવસની રજાઓ છે જેમાં બેંકોમાં કોઈ કામ નહીં થાય.
12 રજાઓમાં છ સાપ્તાહિક રજાઓ
આરબીઆઈ દ્વારા અપડેટ કરાયેલ જૂન 2023 બેંક હોલીડે લિસ્ટ જુઓ તો તારીખ 4, 10, 11, 18, 24 અને 25 જૂને રવિવાર અને બીજા અને ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે. આ સિવાય દેશના વિવિધ રાજ્યોમાં યોજાનાર કાર્યક્રમો અને તહેવારોને ધ્યાનમાં રાખીને બેંકોમાં કોઈ કામકાજ થશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિવિધ રાજ્યો અને ઈવેન્ટના આધારે તેની બેંક હોલીડે લિસ્ટ તૈયાર કરે છે અને તેને તેની વેબસાઈટ પર અપડેટ કરે છે. તમે તમારા મોબાઇલ પર આ લિંક https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર ક્લિક કરીને મહિનાની દરેક બેંક રજાઓ વિશે પણ જાણી શકો છો.