બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank fixed deposit sbi hdfc icici bank offers special fd rate of interest for senior citizen know details

તમારા કામનું / સિનિયર સિટીઝન્સ માટે ફાયદાની વાત, SBI, ICICI અને HDFC બેન્ક FD પર આપી રહી સ્પેશ્યિલ છૂટ

Arohi

Last Updated: 05:33 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ FD પ્લાન શરૂ કર્યો છે. તેનું નામ 'SBI Wecare' છે.

  • બેન્કમાં FD કરાવતા પહેલા આ વાંચી લો 
  • જાણો ક્યાં મળશે વધારે ફાયદો 
  • સિનિયર સિટિઝનને મળે છે વધુ લાભ 

આજે પણ દેશમાં મોટી સંખ્યામાં લોકો બેંકમાં FD કરવાનું પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે બજારના જોખમોથી મુક્ત છે અને તમને નિશ્ચિત રિટર્ન આપે છે. સિનિયર સિટીઝન્સ મોટે ભાગે તેમના નાણાં સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનું પસંદ કરે છે. આ કારણોસર તે બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરવાનું પસંદ કરે છે. બેંકો પણ વરિષ્ઠ નાગરિકોને મહત્તમ વળતરનો લાભ આપવા માટે સામાન્ય લોકો કરતાં વધુ વ્યાજ દર ઓફર કરે છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને ખાનગી ક્ષેત્રની બેંકો HDFC અને ICICI બેંક સામાન્ય લોકો કરતા સિનિયર સિટિઝનને FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દરો 0.25 બેસિસ પોઈન્ટથી લઈને 1 ટકા સુધી ઓફર કરવામાં આવે છે. આ એફડીની મુદત 7 દિવસથી 10 વર્ષ સુધીની હોઈ શકે છે. તો ચાલો જાણીએ SBI, ICICI અને HDFC બેંકની સ્પેશિયલ સિનિયર સિટિઝન FD વિશે-

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ FD પ્લાન શરૂ કર્યો છે. તેનું નામ 'SBI Wecare' છે. આ યોજનામાં, વરિષ્ઠ નાગરિકોને 30 વેસિસ પોઈન્ટ્સ સુધીના ઊંચા દરે વ્યાજ મળે છે. આ યોજના 30 સપ્ટેમ્બર 2022 સુધી માન્ય છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 5 થી 10 વર્ષ માટે 2 કરોડથી ઓછાની FD પર 6.30 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને 3 થી 5 વર્ષની એફડી પર 5.95 ટકા, 3 વર્ષથી ઓછી અને 2 વર્ષથી વધુની એફડી પર 5.70 ટકા, 2 વર્ષથી ઓછી અને 1 વર્ષથી વધુની એફડી પર 5.60 ટકા મળશે. 1 વર્ષથી વધુ અને 180 વરિષ્ઠ નાગરિકોને વધુ દિવસોની FD પર 4.90 ટકા, 176 દિવસથી 46 દિવસની FD પર 4.40 ટકા અને 45 દિવસથી 7 દિવસની FD પર 3.40 ટકા વ્યાજ મળશે. તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરી 2022ના રોજ બેંકે FDમાં 5 થી 10 બેસિલ પોઈન્ટનો વધારો કર્યો છે.

HDFC બેંક
તમને જણાવી દઈએ કે HDFC બેંક તેના સિનિયર સિટિઝન ગ્રાહકોને FD પર ખાસ ઓફર પણ આપી રહી છે. જેમાં તે વરિષ્ઠ નાગરિકોને 0.25 ટકા વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. આ ઑફર 5 કરોડથી ઓછી રકમ પર 1 દિવસથી 10 વર્ષની FD પર લાગુ થાય છે. બેંક 5 વર્ષ 1 દિવસથી લઈને 10 વર્ષની FD પર 5.35 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

બીજી તરફ 2 કરોડથી ઓછાની એફડી પર 30 થી 90 દિવસ માટે 4 ટકા, 91 દિવસથી 6 મહિના સુધી 4 ટકા, 6 મહિનાથી 1 વર્ષથી ઓછા સમયગાળાની 4.90 ટકા અને 1 થી 2 વર્ષની વચ્ચે 5.50 ટકા. બેંક દ્વારા 2 થી 3 વર્ષ વચ્ચે 5.70 ટકા અને 3 વર્ષથી 5 વર્ષ વચ્ચે 5.95 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

ICICI બેન્ક 
ICICI બેન્કે સીનિયર સિટીઝન ગ્રાહકોને એફડી પર સ્પેશિયલ છૂટ મળે છે. આ 20 જાન્યુઆરી 2022થી લાગુ કરવામાં આવ્યું છે. હાલ તેને 8 એપ્રિલ 2022 કરવામાં આવ્યું છે. બેન્ક સીનિયર સિટીઝનને 2 કરોડથી ઓછાની રકમ પર 0.25 ટકા વધારે રેટ ઓફ ઈન્ટરેસ્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. બેન્ક 5 વર્ષ 1 દિવસથી લઈને 10 વર્ષની એફડી પર 5.95 ટકા રેટ ઓફ ઈન્ટરેસ્ટ ઓફર કરી રહ્યું છે.

6 મહિનાથી લઈને 1 વર્ષથી ઓછા માટે 4.90 ટકા અને 1થી 2 વર્ષની વચ્ચે 5.50 ટકા, 2થી 3 વર્ષની વચ્ચે 5.70 ટકા અને 3 વર્ષથી 5 વર્ષની વચ્ચે 5.70 ટકા રેટ ઓફ ઈન્ટરેસ્ટ બેન્ક ઓફર કરી રહ્યું છે. ત્યાં જ એક વર્ષથી 185 દિવસની એફડી પર બેન્ક 4.8 ટકા, 184 દિવસથી 91 દિવસની એફડી પર 3.5 ટકા, 30 દિવસથી 90 દિવસની એફડી પર 3.5 ટકા અને 30 દિવસથી ઓછી અને 7 દિવસથી વધારેની એફડી પર 3 ટકા રેટ ઓફ ઈન્ટરેસ્ટ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

FD ICICI SBI fixed deposit hdfc સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા Fixed Deposit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ