બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / bangladesh pm sheikh hasina on dugra puja celebration violence advice to india

નિવેદન / બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે PM શેખ હસીનાએ ભારતને આપી શિખામણ, જુઓ શું કહ્યું

Parth

Last Updated: 02:35 PM, 15 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન રમખાણો અને હિન્દુઓ પર હુમલા મામલે ત્યાંનાં પ્રધાનમંત્રી હસીનાએ ભારતને પણ શિખામણ આપી છે. જાણો શું કહ્યું..

  • બાંગ્લાદેશમાં હિન્દુઓ હુમલાનો મામલો 
  • પ્રધાનમંત્રી હસીનાએ તપાસના આદેશ આપ્યા 
  • હસીનાએ ભારતને પણ આપી દીધી શિખામણ 

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ પર થયેલા હિંસક હુમલા મામલે હવે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સામે આવ્યા છે. હિન્દુઓના મંદિરો પર થયેલા હુમલાઓની પ્રધાનમંત્રી હસીનાએ નિંદા કરી છે અને કહ્યું છે કે જે કોઈ પણ આ હુમલાઓ સામેલ હતા તેમને છોડવામાં આવશે નહીં, ભલે પછી તે ગમે તે ધર્મના હોય. જોકે આ સાથે જ શેખ હસીનાએ ભારતને પણ શિખામણ આપી દીધી છે. 

શું કહ્યું હસીનાએ 
BBC બાંગ્લાના અહેવાલ અનુસાર શેખ હસીનાએ કહ્યું છે કે ભારતમા પણ એવું કઈ ન થવું જોઈએ જેની અસર બાંગ્લાદેશ પર પડે અને અહિયાં હિન્દુઓને નુકસાન થાય. શેખ હસીનાએ કહ્યું કે કોમિલલા જિલ્લામાં થયેલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને તે વાતથી કોઈ ફરક નથી પડતો કે ઉપદ્રવી કયા ધર્મના હતા. ભારત માટે હસીનાએ કહ્યું કે દુનિયાભરમાં આતંકવાદી ઘટનાઓ વધી રહી છે. પડોશી દેશે પણ આ મામલે સતર્ક રહેવાની જરૂર છે. ભારતે અમારી આઝાદીની લડાઈમાં ખૂબ મદદ કરી છે જેનાં માટે અમે હંમેશા કૃતજ્ઞ રહીશું. પણ ભારતમાં પણ એવી કોઈ ઘટના ન થવી જોઈએ જેની અસર અમારા દેશ પર પડે અને દેશના હિન્દુઓને નુકસાન પહોંચે. ત્યાં પણ સતર્કતા રાખવાની જરૂર છે. 

બાંગ્લાદેશમાં ઠેર ઠેર રમખાણો, સેનાને ઉતારવામાં આવી 
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે હિંસા બાદ ત્રણ લોકોના માર્યા ગયાનાં સમાચાર ફેલાતા આખા બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ છે. હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે સરકારે 22 જિલ્લાઓમાં પેરા મિલીટરી ફોર્સ તૈનાત કરી દીધી છે. 

દુર્ગાપૂજામાં થઈ હિંસા, 3નાં મોત 
હિન્દુઓમાં નવરાત્રીએ એટલે જગતજનનીની આરાધનાનો તહેવાર, માઈભક્તો માટેના સૌથી મોટા તહેવારનું પૂર્વ ભારતમા ખૂબ મહત્વ છે. બંગાળી લોકો દુર્ગા પૂજા કરીને આ તહેવારની ઉજવણી કરે છે ત્યારે નવરાત્રીમાં ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. બાંગ્લાદેશ પોલીસ અનુસાર દુર્ગા પૂજા દરમિયાન ચાંદપૂર જિલ્લામાં હિન્દુ મંદિર પર ભીડ તૂટી પડી અને હુમલાઓ કર્યા. જે બાદ હિંસામાં ફાયરિંગમાં ત્રણ લોકોના મોત સામે આવ્યા છે. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે 13 ઓકટોબરનાં રોજ આઠમના નોરતે જ અનેક દુર્ગા પંડાલમાં તોડફોડ કરવામાં આવી છે. આજે આખી દુનિયા ચૂપ છે. નોંધનીય છે કે કાઉન્સિલ દ્વારા બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાથી માંગ કરવામાં આવી છે કે હિન્દુઓને સુરક્ષા આપવામાં આવે. કાઉન્સિલે કહ્યું કે મુસ્લિમો નથી ઇચ્છતા કે હિન્દુઓ પૂજા કરે. મહેરબાની કરીને આર્મી મોકલવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ