bandipora encounter breaks out in brar aragam terrorist killed few trapped
જમ્મુ કાશ્મીર /
ભારતીય સેનાએ લીધો બદલો: 2 દિવસનો વાયદો- 24 કલાકમાં કામ તમામ, રાહુલની હત્યા કરનારા આતંકીઓ ઠાર
Team VTV06:52 PM, 13 May 22
| Updated: 07:04 PM, 13 May 22
કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ સુરક્ષાદળોએ તેની પત્ની મીનાક્ષીને વચન આપ્યું હતું કે, બે દિવસની અંદર આતંકીઓને ઠાર કરીશું. સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પુરુ કરી દીધું હતું.
કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ સુરક્ષાદળોએ તેની પત્ની મીનાક્ષીને વચન આપ્યું હતું કે, બે દિવસની અંદર આતંકીઓને ઠાર કરીશું. સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પુરુ કરી દીધું હતું. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, તેમણે બાંદીપોરામાં શુક્રવારે સાંજે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. તેમાંથી બે આતંકી રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા. તેમાં ત્રીજો આતંકી ગુલઝાર અહમદ છે. જેની ઓળખાણ 11મેના રોજ કરવામાં આવી હતી. આપને ઝણાવી દઈએ કે, બડગામ જિલ્લાના ચડૂરા તાલુકામાં રેવન્યૂ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા રાહુલ ભટ્ટની આતંકીઓએ ગુરૂવારે ઓફિસમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી હતી.
#UPDATE | Two terrorists neutralized in an encounter at Brar (Aragam) area of Bandipora. Operation underway, details shall follow: J&K Police
કશ્મીરના આઈજીએ જણાવ્યું હતુ કે, હાલમાં ઘૂસણખોરી કરીને બે પાકિસ્તાની આતંકી ભારતમાં આવ્યા હતા. બાંદીપોરામાં સુરક્ષાદળોએ તેમની સાથે એન્કાઉંટર પતાવી દીધા હતા. 11મે ના રોજ એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન દ્વારા આ બંને ભાગીને સાલિંદર જંગલ વિસ્તારમાં છુપાઈ ગયા હતા.
આતંકીઓને ભારે કિંમત ચુકવવી પડશે
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટ્વિટર પર લખ્યું છે કે, રાહુલ ભટ્ટના પરિવાર સાથે મુલાકાત કરી છે. મેં તેમના પરિવારને ન્યાય અપાવાનું આશ્વાસન આપ્યું છે. સરકાર ખુલ રાહુલના પરિવાર સાથે છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ભારે કિંમત ચુકાવવી પડશે.
કશ્મીરી પંડિતોએ કર્યો ભારે વિરોધ, આપ્યા સામૂહિક રાજીનામા
રાહુલ ભટ્ટની હત્યાને લઈને કશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 350 સરકારી કર્મચારીઓએ શુક્રવારે હત્યાના વિરોધમાં રાજીનામા આપ્યા છે. તમામે પોતાના રાજીનામા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને મોકલી આપ્યા છે. આ તમામ કશ્મીરી પંડિત પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે. તેમનું કહેવું છે કે, આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ ઘાટીમાં પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. થોડી લાલ ચોક પર આંદોલન પણ કરવાના છે.