બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha Collector Declaration Masks Mandatory in Public Places from 15th to 30th June

કોરોના સંકટ / ગુજરાતના આ જિલ્લામાં માસ્ક નહીં પહેર્યું હોય તો થશે 1000 રૂ.નો દંડ, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Vishnu

Last Updated: 10:50 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણને લઇ બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામું,  જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનારને રૂ.1000નો દંડ થશે

  • બનાસકાંઠમાં માસ્ક પહેરવું ફરજિયાત
  • માસ્ક ન પહેર્યું તો 1 હજારનો થશે દંડ
  • કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

ગુજરાતમાં કોરોના કેસ બિલ્લી પગે વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં વધતા કોરોનાના કારણે બનાસકાંઠામાં મહત્વનો નિર્ણય  લેવાયો  છે. બનાસકાંઠામાં હવે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.કોરોના સંક્રમણને લઇ બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.બનાસકાંઠામાં જાહેર જગ્યા અને સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત કરાયુ છે. જો કોઈ માસ્ક વગર જાહેર સ્થળોએ પકડાશે તો  રૂ.1000નો દંડ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં પણ 13 જુનથી ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ
અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

અમારી લોકોને અપીલ છે કે, 'તેઓ માસ્ક પહેરે': આરોગ્ય વિભાગના વડા
નોંધનીય છે કે, આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં અલગ-અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવાર (આજ) થી કરવામાં આવશે. જેની માટે અમારી લોકોને અપીલ છે કે, 'તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસ.ટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર લાગશે તો આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરાશે

વડોદરા એરપોર્ટ પર ફેસ માસ્ક વગર પ્રવેશબંધી
DGCAના નિર્ણય બાદ વડોદરા એરપોર્ટ પર એક્શન જોવા મળી રહ્યું છે. વડોદરા એરપોર્ટ પર ફેસ માસ્ક વગર પ્રવેશબંધી કરી દેવામાં આવી છેકોરોનાના વધતા કેસને લઇ એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે..કોરોના નિયમોનું પાલન ન કરનારને મુસાફરી નહીં કરવા દેવાનો નિર્ણય કરાયો છે.ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.... એરપોર્ટ પર માસ્ક પહેરનાર મુસાફરને જ એન્ટ્રી મળશે. તો આ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ માસ્ક વગર  કોઈપણ મુલાકાતીને કચેરીમાં પ્રવેશ નહીં મળે

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 184 કેસ 
ગુજરાતમાં કોરોના ધીમી ગતિથી સતત આગળ વધી રહ્યો છે.  15 દિવસથી સતત એક બાદ એક કેસોમાં વધારો સામે આવી રહ્યો છે..છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 184 કેસ નોંધાયા છે. તો આજે 1 દર્દીનું અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુ થયું છે.112 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 991 પહોચી ગઈ છે. જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ 94, સુરત 20,વડોદરા 18 કેસ, રાજકોટ 13, ગાંધીનગર 10 કેસ, જામનગર 5, કચ્છ, વલસાડ 4 કેસ, ભરૂચ 3, આણંદ, ગીર સોમનાથ 2 કેસખેડા, મોરબી, નવસારી 2 કેસ, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ