બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Badamba-Gopinathpur T Bridge Incident in Cuttack District

ઓડિશા / કટકના ટી-બ્રિજ પર મોટી દુર્ઘટના, ઉત્તરાયણના મેળા ભાગદોડ થતાં 1 મહિલા ચગદાઈ, 9 ગંભીર અવસ્થામાં દાખલ

Kishor

Last Updated: 09:23 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશામાં મકરસંક્રાંતિના મેળામાં અફરાતફરી દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • ઓડિશામાં મકરસંક્રાંતિના મેળામાં અફરાતફરીનો માહોલ
  • 1 મહિલાનું મોત, 9 લોકો ઘાયલ
  • સીએમ દ્વારા મૃતકના પરીવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત

દેશભરમાં મકરસંક્રાંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મકરસંક્રાંતિની ઉજવણી વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે  જેમાં ઓડિશામાં મકરસંક્રાંતિના મેળામાં અફરા તફરીનો માહોલ સર્જાતા 1 મહિલાનું મોત થયું છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સીએમ દ્વારા મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે.


કટક જિલ્લાના બડમ્બા-ગોપીનાથપુર ટી બ્રિજની ઘટના

ઓડિશા રાજ્યના કટક જિલ્લાના બડમ્બા-ગોપીનાથપુર ટી બ્રિજ પાસે મકરસંક્રાંતિના મેળામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બ્રિજ સિંહનાથ મંદિરની બંને બાજુઓને જોડે છે. જ્યા દર વર્ષે મકરસંક્રાંતિ મેળાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની પરંપરા મુજબ લાખો શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચ્યા હતા. આ દરમિયાન મેળામાં અફરાતફરી સર્જાતા કેટલાક બાળકો ઘાયલ થયા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર નાસભાગ દરમિયાન કેટલાક લોકો ગભરાઈ ગયા અને પુલ પરથી કૂદી પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

ઘાયલ શ્રદ્ધાળુઓને સારવાર અર્થે ખસેડાયા

 

બીજી તરફ અથાગઢના એસડીએમ હેમંત કુમાર સ્વૈને જણાવ્યું હતું કે, મેળામાં ભાગ લેવા માટે શનિવારે બપોરે લગભગ 2 લાખ લોકો અહીં એકઠા થયા હતા.  જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ હતી. મેળાની સાથે ભગવાન સિંહનાથની પૂજા કરવા માટે લોકો અહીં એકઠા થયા હતા.મેળામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અમુક લોકોની સ્થિતિ ગંભીર થતા એમસીબી મેડિકલ કેલેજમાં ખસેડાયા હતા. જ્યા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા પણ સબંધિત વિભાગ દ્વારા સ્ટાફ તૈનાત કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ