બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / baby girls Dahod and Himmatnagar Gujarat

ગુજરાત / સમાજને કલંકિત કરતી ઘટનાઃ હિંમતનગર બાદ દાહોદમાં કુવામાંથી મળી 2 દિવસની ત્યજેલી નવજાત બાળકી

Hiren

Last Updated: 12:00 AM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જ દિવસમાં ગુજરાતમાંથી બે ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા ચકચાર મચી છે. દાહોદ અને હિંમતનગરમાં બે અલગ અલગ ઘટના બની છે.

  • ગુજરાતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના
  • દાહોદમાં કુવામાંથી મળી નવજાત બાળકી
  • હિંમતનગરમાંથી ખેતરમાંથી મળી નવજાત બાળકી

બેટી બચાવોના સૂત્ર હેઠળ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તો બીજી તરફ સામાજિક આગેવાનો સહિતના નેતાઓ સામાજિક સમરસતાની વાતો કરે છે. ત્યારે આજના તબક્કે પણ દીકરીનું સ્થાન કેટલુ સબર બન્યું તેના 2 જીવંત દાખલા સામે આવ્યા છે.

દાહોદમાં કુવામાંથી મળી નવજાત બાળકી
દાહોદમાં ગરબાડા ભેં ગામે કુવામાંથી 2 દિવસની ત્યજેલી નવજાત બાળકી મળી આવી. ગ્રામજનોએ કૂવામાં બાળકી મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને કુવામાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડી હતી. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સહિતની ટીમોએ મુલાકાત કરી હતી. પોલીસે બાળકીના માતા-પિતાની શોધખોળ હાથધરી હતી.

હિંમતનગરમાંથી ખેતરમાંથી મળી નવજાત બાળકી
હિંમતનગરના ગાંભોઈ નજીક આવેલા ખુલ્લા ખેતરમાંથી મળી આવ્યો છે. આ ખેતરમાં તાજી જન્મેલી દીકરી જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળી આવી છે. ગાંભોઈના GEB ઓફિસ પાસેના ખુલ્લા ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરોને જમીનમાં રડતી બાળકીનો અવાજ સંભળાતા તેમને સ્થાનિક કચેરીએ જાણ કરી હતી. બાદમાં અધિકારીઓએ આ બાળકીને જીવતી બહાર કાઢી તાત્કાલિક ધોરણે 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે.

આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને જણાવ્યુ કે નવજાત બાળકીને જમીનમાં દાટેલી રાખી હોવા છતાં હાલના તબક્કે તે સ્વસ્થ છે. ઘટનાની જાણ થતા ગાંભોઇ ગામ સહિતના આસપાસના વિસ્તારના લોકો બેરહેમ માતા-પિતા વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે. આ અંગે મહિલા ઉત્કર્ષનું કામ કરનારા લોકોએ પણ તિરસ્કાર રજૂ કર્યો છે તથા હાલના આધુનિક સમયમાં પણ દીકરીને લોકો સાપનો ભારો ગણતા હોવાનું જણાવી દુ:ખ વ્યક્ત કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ