બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Baba Ramdev's powerful prediction about Pakistan on Republic Day

મોટું નિવેદન / અખંડ ભારતનું સ્વપ્ન થશે સાકાર, ગણતંત્ર દિવસ પર પાકિસ્તાનને લઇ બાબા રામદેવની જોરદાર ભવિષ્યવાણી

Priyakant

Last Updated: 01:08 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના 74માં ગણતંત્ર દિવસ પર બાબા રામદેવનું અખંડ ભારતને લઇને પાકિસ્તાનની વિરૂદ્ધમાં ચોંકાવનારું નિવેદન સામે આવ્યું

  • અખંડ ભારતને લઇ બાબા રામદેવની ફરીવાર ભવિષ્યવાણી
  • પાકિસ્તાનના 4 ટુકડા થશે અને તેના 3 ભાગ ભારતમાં ભળી જશે
  • અફઘાનિસ્તાન પણ તાલિબાનથી સુરક્ષિત નથી: બાબા રામદેવ

ભારત દેશ આજે 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસર પર બાબા રામદેવે પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, દુનિયાની રાજનીતિમાં ઘણું બધું ચાલી રહ્યું છે. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તો ક્યારેક ચીન અને પાકિસ્તાન તરફથી પણ નાપાક પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે. પરંતુ હવે યુગ બદલાઈ ગયો છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને ભારતમાં ભેળવી દેવામાં આવશે. આ સિવાય પાકિસ્તાનના 4 ટુકડા થશે અને તેના 3 ભાગ ભારતમાં ભળી જશે.

ફાઇલ તસવીર 

અખંડ ભારતનું સપનું થશે સાકાર
બાબા રામદેવે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતમાં ભળી જશે. બલુચિસ્તાન નવો દેશ બનશે. સિંધ પ્રાંતમાં પણ ભારત સાથે એક થવાની રેસ ચાલી રહી છે. પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે. એક નાનો દેશ બચી જશે. બાકીના 3 ભાગ ભારતમાં ભળી જશે અને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થશે. અફઘાનિસ્તાન પણ તાલિબાનથી સુરક્ષિત નથી.

ફાઇલ તસવીર 

પાકિસ્તાન કરી રહ્યું છે ગંભીર આર્થિક સંકટનો સામનો
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં સબસિડીવાળા લોટ મેળવવા માટે લાંબી-લાંબી કતારો લાગી રહી છે. લોટ માટે લોકો એકબીજા સાથે લડી રહ્યાં છે. સરકારી તિજોરી પણ ખાલી થઈ ગઈ છે. પાકિસ્તાન IMFની મદદની રાહ જોઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં ઠેર-ઠેર ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન
નોંધનીય છે કે, પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. શાહબાઝ શરીફની સરકાર પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઇ રહ્યું છે. આ સાથે મુશ્કેલીના સમયમાં આપણા પોતાના લોકોએ જ પાકિસ્તાનનો સાથ છોડી દીધો. ચીને પણ પાકિસ્તાનથી ઘણું અંતર બનાવી લીધું છે. સાઉદી અરેબિયાએ પણ કહ્યું છે કે, હવે તેઓ બિનશરતી લોન નહીં આપે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની હાલત દિવસે ને દિવસે સતત ખરાબ થઈ રહી છે.

ફાઇલ તસવીર 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ