બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ayushman khurannas doctor g movie box office collection on fifth day drops unexpectedly

ફિલ્મજગત / શું આયુષ્માનની ફિલ્મ ડોક્ટર જી જશે ફ્લોપ? પાંચમે દિવસે બોક્સ ઑફિસમાં થઇ માત્ર આટલી જ કમાણી

Vaidehi

Last Updated: 04:54 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ખુરાનાની 18+ પિકચર Doctor Gની પહેલાં દિવસે સારી કમાઇ થઇ હતી પણ વિકેન્ડ બાદ માત્ર નામની કમાઇ થઇ છે. આ અદભૂત અને યૂનીક ફિલ્મને લોકોનું પ્રોત્સાહન ઓછું મળી રહ્યું હોય તેવું લાગે છે. શું આ ફિલ્મ થશે ફ્લોપ?

  • આયુષ્માનની નવી ફિલ્મે પહેલાં દિવસે મચાવી ધૂમ
  • પાંચમે દિવસે થઇ નામની કમાણી
  • માત્ર 1.65 કરોડની થઇ પાંચમે દિવસે કમાણી

નવી દિલ્લી: એક જુદા જ ટોપિક પર બનાવવામાં આવેલ ડોક્ટર જી મૂવી બોક્સ ઑફિસ પર ધમાલ મચાવશે તેવી આશા રાખવામાં આવી રહી હતી પરંતુ ઑપનિંગમાં ઠીકઠાક કમાયેલ આ પિક્ચર સોમવાર સુધી ઢીલી પડતી જોવા મળી. ફિલ્મની કહાણી દર્શકોને સિનેમાઘર સુધી તો ખેંચી આવી પરંતુ જેમ- જેમ દિવસો જાય છે તેમ આ ફિલ્મની બોક્સ ઑફિસ પરની અસર ઘટતી દેખાય છે.

આયુષ્માને દર્શકોને કંઇક નવું દેખાડવા કર્યાં પ્રયત્નો
આયુષ્માન ખુરાનાના પ્રયત્નો એવા હોય છે કે તે દર્શકોની સામે કંઇક નવું રજૂ કરી શકે. મોટા ભાગે તેમની પિક્ચરમાં સોસાયટી સંબંધિત મેસેજ પણ રહેલો હોય છે.  આયુષ્માનની ડોક્ટર જી પણ કંઇક આવી જ મૂવી છે.  આ ફિલ્મ કેમ્પસ કોમેડી ડ્રામા છે જે મેડિકલ અને ડોક્ટરોના જીવનની મૂંઝવણો અને મુશ્કેલીઓ પર આધારિત છે. 

5માં દિવસે ન થઇ ખાસ કમાણી
બોક્સ ઓફિસ પર આ પિક્ચરનાં ઈમ્પેક્ટની વાત કરીએ તો ઑપનિંગના દિવસે 3.87 કરોડથી ખાતામૂહુર્ત કર્યું. બીજા દિવસે 5.22 કરોડ અને ત્રીજા દિવસે 5.94 કરોડ જેટલી કમાણી કરી. ચોથાં અને પાંચમાં દિવસે આ આંકડો નીચે ઊતરીને 1.50 અને 1.65 કરોડ સુધી રહ્યો.  ટૂંકમાં દિવસે- દિવસે આ ફિલ્મની કમાણી ક્યાંક ઘટતી નજરે પડે છે. 

અત્યાર સુધી કમાવ્યા છે 18.3 કરોડ 
આ મૂવિએ આશરે 18.3 કરોડ રૂપિયા પાંચ દિવસમાં કમાવેલ છે. અદભૂત ફિલ્મ હોવા છતાં બોક્સ ઑફિસ પર તેની ખાસ અસર દેખાતી નથી. ફિલ્મ નિર્માતાઓના અંદાજ પ્રમાણે આ ફિલ્મ 30 કરોડનાં આંકડાને પાર કરશે પણ જે હિસાબે આંકડાઓ નીચે ઊતરે છે તેને જોતાં આ ફિલ્મ 25-27 કરોડ જેટલી કમાણી કરશે.

પ્રિતીસિંહે પણ કર્યો છે આ રોલ 
ડોક્ટર જીમાં મેઇન કેરેક્ટર આયુષ્માનનું છે તો રકુલ પ્રતિસિંહે પણ સારો અભિનય કરેલ છે. આ સિવાય શેફાલી શાહે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સમૂહની ફિલ્મ પ્રોડક્શન કંપની જંગલી પિક્ચર્સએ બનાવેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayushmann Khurrana Doctor G box office collection બોક્સ ઑફિસ બોલિવૂડ ન્યૂઝ Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ