બ્રેકિંગ ન્યુઝ
Intern
Last Updated: 07:16 PM, 19 March 2020
ADVERTISEMENT
ગુજરાતના હજારો ઓટો ડિલર્સ પાસે ટુ અને ફોર વ્હીલ્સ સ્ટોકમાં પડ્યા છે. આ તમામ વાહનો બીએસ-4 એન્જિનવાળા વાહનો છે. હાલમાં બજારમાં ડિમાન્ડ ન હોવાથી જુનો સ્ટોક વેચાણ વગર પડી રહ્યો છે. આ સ્ટોક ને નિયત સમય મર્યાદામાં ક્લિયર કરવા ટુ વ્હીલરમાં 4 થી લઈને 10 હજાર તો કેટલાક કિસ્સાઓમાં 20 હજાર સુધી ડિસ્કાઉન્ટ આપવાની ડિલરને નોબત આવી છે.
ADVERTISEMENT
જ્યારે ફોર વ્હીલરના જુદા-જુદા મોડલ પર 80 હજાર થી લઈને 1 લાખ તેમજ કેટલાક કિસ્સાઓમાં 1.50 લાખ સુધી ડિસ્કાઉન્ટ આપવા માટે તેઓ મજબુર બન્યા છે. હવે નવી ગાઈડલાઈનના અમલની આડે ગણતરીના માંડ 11 દિવસ બાકી છે. ત્યારે ગુજરાતના ઓટો ડિલર્સ ઓટો સેક્ટર 30 ટકાથી વધુ ડાઉન હોવાનું ફરિયાદ કરી રહ્યાં છે.
ડિલર્સના જણાવ્યા મુજબ, મંદીનો સમય છે, માર્ચમાં ડેપ્રિસેયશનનો લાભ લેવા જે ગાડી ખરીદવામાં આવે છે તેનું પ્રમાણ પણ પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછુ છે. લક્ઝુરિયસ સેગમેન્ટમાં પણ ડિમાન્ડ નહીંવત છે.
શહેરના ઓટોમોબાઈલ સેક્ટર સાથે સંકળાયેલા નિષ્ણાંતો જણાવે છે કે, એન્જિનને પર્યાવરણની દ્વષ્ટિને ધ્યાનમાં રાખીને બીએસ-6ને પરવાનગી આપવામાં આવી છે. જેનાથી વાહન ચાલવાની કાર્યપ્રણાલીને કોઈ ફેરફાર થશે નહીં, કાર્બન પાર્ટીકલ્સ જે બીએસ-4 એન્જિન વધુ રિલીઝ કરે છે તેની સરખામણીએ બીએસ-6માં પ્રમાણ ઓછું જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.