બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Australian seamer Josh Hazlewood ruled out of WTC final due to injury, says International Cricket Council

ટેસ્ટ મેચ / વર્લ્ડ ટેસ્ટ ફાઈનલ પહેલા ભારતને ઘણી રાહત, ખૂબ તરખાટ મચાવતો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી થયો બહાર, 7 જુને મુકાબલો

Hiralal

Last Updated: 06:18 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7મી જુન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઈનલ રમાવાની છે પરંતુ તે પહેલા ઓસ્ટ્રેલિયા ટીમમાંથી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ બહાર થયો છે.

  • 7મી જુન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ 
  • ઓસ્ટ્રેલિયનો જોશ હેઝલવુડ ક્રિકેટ ટીમમાંથી થયો બહાર 
  • ઈજાના કારણે ફાઈનલમાંથી બહાર 

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે આ મેચ 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ મેચ શરૂ થતા પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે ફાઈનલમાંથી બહાર 
કાંગારૂ ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે અંતિમ મેચમાંથી બહાર થઈ ગયો છે. જોશ હેઝલવુડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની તાજેતરમાં સમાપ્ત થયેલી 16મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ભાગ હતો. જોકે હેઝલવૂડ સાઈડ સ્ટ્રેનને કારણે આઇપીએલની સિઝન પુરી થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયો.

હેઝલવૂડની જગ્યાએ માઇકલ નેસરને લેવાયો 
હેઝલવૂડ 16 જૂનથી બર્મિંગહામમાં રમાનારી પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર માઇકલ નેસરને હેઝલવૂડની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની ઈવેન્ટ ટેકનિકલ કમિટિએ નાસ્સારને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.

ઓસ્ટ્રેલિયન ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલાન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસ્ચાગ્ને, નાથન લિયોન, ટોડ મર્ફી, માઇકલ નાસેર, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર

ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઇશાન કિશન (વિકેટકીપર), કેએસ ભારત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્સર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

સંકળાયેલા મુદ્દાઓ

Josh Hazlewood Josh Hazlewood news WTC Final Cricket match WTC final wtc final 2023 Australian seamer Josh Hazlewood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ