બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Australian cricketer death reason thailand police declared report

ખુલાસો / ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેનવોર્નના નિધનનું સાચુ કારણ આવ્યુ સામે, જુઓ થાઇલેન્ડ પોલીસે શું કર્યો ખુલાસો

Khyati

Last Updated: 05:50 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેનવોર્નનું કુદરતી મોત થયુ હોવાનું આવ્યુ સામે, થાઇલેન્ડ પોલીસે જાહેર કર્યો રિપોર્ટ

  • શેન વોર્નના નિધનનું સાચું કારણ આવ્યુ સામે
  • થાઇલેન્ડ પોલીસે રજૂ કર્યો રિપોર્ટ
  • ' શેનવોર્નનું મોત કુદરતી હતું '

ઓસ્ટ્રેલિયાના મહાન બોલર શેન વોર્નનું નિધન થતા ક્રિકેટ જગતમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મોત થવાનું પ્રાથમિક કારણ હાર્ટએટેક હોવાનું સામે આવ્યુ હતું.  પરંતુ પરંતુ તાજેતરના થાઈલેન્ડ પોલીસના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વોર્નના રૂમમાં કેટલાક લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા, જેના પછી વધુ અટકળો શરૂ થઈ હતી. હવે જ્યારે વોર્નનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે તેમાં મોટો ખુલાસો થયો છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો

થાઈલેન્ડ પોલીસે સોમવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. નેશનલ પોલીસના ડેપ્યુટી પ્રવક્તા કિસાના પઠાનાચારોન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનો રિપોર્ટ વોર્નના પરિવાર અને ઓસ્ટ્રેલિયન એમ્બેસીને મોકલી દેવામાં આવ્યો છે.  જેમાં કહેવામાં આવ્યું છે કે વોર્નના પરિવારને કોઈ શંકા નથી કે તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.

કારણ હતું હાર્ટ એટેક

નિવેદનમાં મોતનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે તેઓને હાર્ટએટેક આવ્યો હતો. મહત્વનું છે કે શેન વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુ પર તેની હોટલના રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. હોસ્પિટલ લઈ જવા છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ તપાસનો રિપોર્ટ પ્રોસિક્યુટરની કચેરીએ મોકલવામાં આવશે. જે અણધાર્યા મૃત્યુના કિસ્સામાં સામાન્ય પ્રક્રિયા છે. વોર્નના પરિવારે સોમવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેનું મૃત્યુ પરિવાર માટે ક્યારેય ન સમાપ્ત થનારા ખરાબ સ્વપ્નની શરૂઆત છે.

પરિવાર શોકમાં છે 

શેન વોર્નના પિતા કીથ અને માતા બ્રિગેટે લખ્યું, 'શેન વિના ભવિષ્યની કલ્પના કરી શકાતી નથી. તેમની સાથેની અસંખ્ય સુખી યાદો આપણને આ દુ:ખને દૂર કરવામાં મદદ કરે. તેમણે કહ્યું કે પરિવારને રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવાનો અનુરોધ માની લીધો છે.  તેણે કહ્યું, 'દરેક વ્યક્તિ જાણે છે કે શેનને વિક્ટોરિયન અને ઓસ્ટ્રેલિયન હોવાનો કેટલો ગર્વ હતો.'  વોર્નના પુત્ર જેક્સને લખ્યું, 'મને નથી લાગતું કે તમારા જવાથી મારા દિલમાં પડેલી ખાલીપો કોઈ ક્યારેય ભરી શકશે. તમે શ્રેષ્ઠ પિતા અને મિત્ર હતા.વોર્નનું પાર્થિવ દેહ ઓસ્ટ્રેલિયા ક્યારે મોકલવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ