શનિવારના દિવસે જૂતા-ચપ્પલ ચોરી થઈ જાય તો એવું માનવામાં આવે છે કે દરેક મુસીબત અને સમસ્યા થી જલ્દી જ મળશે છુટકારો
મંદિરની બહારથી જૂતા-ચપ્પલ ચોરી થવા ઘણી વખત સારા સંકેતો આપે છે
ખાસ કરીને શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થાય છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે.
ચામડાની કોઈ પણ વસ્તુ અને પગથી શનિદેવ ઘણાં પ્રભાવિત થાય છે
ઘણી વખત લોકો મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે અને ત્યાં જ એમના જૂતા-ચપ્પલ ચોરી થઇ જતા હોય છે. જો કે બધા લોકો આ ચોરી થવાને કારણે દુખી થઇ જતા હોય છે પણ મંદિરની બહારથી જૂતા-ચપ્પલ ચોરી થવા ઘણી વખત સારા સંકેતો પણ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જૂતા-ચપ્પલને લઈને ઘણી માન્યતાઓ છે. જો મંદિરમાંથી અઠવાડિયાના અમુકદિવસે જ જૂતા-ચપ્પલ ચોરી થાય છે તો તેને સુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે તમે મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યાંથી જ તમારાં જૂતા-ચપ્પલ ચોરી થઇ ગયા તો તેને ઘણો સારો સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ એમ થાય છે કે તમારા જીવનમાંથી ખરાબ સમય દુર થઇ જશે અને સાથે જ તમારા પર મંડરાતો આર્થીક સંકટ પણ જલ્દી જ પૂરો થઇ જશે. શનિવારે ખાસ કરીને શનિદેવ અને હનુમાનજીનની પૂજા કરવામાં આવે છે અને આ બંને તમારાં જીવનમાંથી સંકટ દુર કરી શકે છે. ખાસ કરીને શનિવારે હનુમાનજી અને શનિદેવના મંદિરે જઈને એમની પૂજા કરવાથી ઘણી સમસ્યા દુર થાય છે પણ ઘણી વખત મંદિરે દર્શન કરીએ બહાર નીકળીએ તો બહાર ઉતારેલ જૂતા-ચપ્પલ ચોરી થઈ જતા હોય છે.
શનિવારે જૂતા-ચપ્પલ ચોરી થવા શુભ મનાય
જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર પગમાં શનિનો વાસ હોય છે અને ખાસ કરીને શાની ગ્રહનો ખાસ સબંધ પગ સાથે હોવાને કારણે જૂતા-ચપ્પલ સાથે પણ થાય છે. સાથે જ એવી માન્યતા પણ છે કે શનિવારે ગરીબોમાં જૂતા-ચપ્પલ દાન કરવાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારી દરેક સમસ્યાને દુર કરી દે છે.
જો કોઈ પણ લોકોના કુંડલીમાં શની ગ્રહ કોઈ અશુભ સ્થિતિમાં છે તો એમને દરેક કામમાં અડચણ આવે છે અને કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. સાથે જ જીવનમાં ઘણાં સંકટોના વાદળો છવાયેલ રહે છે. જો એવામાં તમે મંદિરે ગયા અને ત્યાંથી તમારા જૂતા-ચપ્પલ ચોરી થઇ જાય તો તેને અશુભ સંકેત નહીં પણ સુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થાય છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં માન્યતા છે કે ચામડાની કોઈ પણ વસ્તુ અને પગથી શનિદેવ ઘણાં પ્રભાવિત થાય છે. જો શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થઇ જાય તો એવું માનવામાં આવે છે કે દરેક મુસીબત અને સમસ્યા થી જલ્દી જ છુટકારો મળશે અને દરેક માન્યતા તમારી પૂર્ણ થશે.