યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. તેની સીધી અસર છેક ગુજરાતના મોરબીમાં અસર જોવા મળશે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ મોરબીના સિરામીક ઉદ્યોગને આર્થિક ફટકો
યુદ્ધની સીધી અસર મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ થશે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં યુક્રેનની માટી સૌથી વધારે વપરાતી હતી
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું બ્યુગલ ઘણા દિવસો પહેલા ફૂંકાઈ ચૂક્યું હતું અને ગુરૂવારે યુદ્ધ શરૂ થઈ જતા સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, યુક્રેન ઉપર હુમલાની અસર છેક ગુજરાત સુધી પડી છે. ટાઈલ્સ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના મોરબીમાં યુક્રેન ઉપર થયેલા હુમલાની અસર જોવા મળશે.
યુદ્ધની સીધી અસર મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ થશે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનની જમીનમાંથી લીસી અને ચમકદાર માટી નીકળે છે. આ માટી યુક્રેનથી મોરબી પહોંચે છે. અને તેમાંથી ટાઈલ્સ બનાવાય છે. મહત્વનુ છે કે, તમે ઘરમાં કે ઓફિસમાં જે ટાઈલ્સ ઉપર ચાલો છો, બની શકે કે તેમાં યુક્રેનની માટી પણ હોઈ શકે છે. યુક્રેનની માટી દૂધ જેવી સફેદ ચમક આપે છે. કુદરતી રીતે જે પાર્ટિકલ્સ ઈટલીના મારબલમાં હોય છે. તે જ તત્વ યુક્રેનની માટીમાં જોવા મળે છે. તેથી યુક્રેનની માટી માંગ ખૂબ જ છે. બીજી તરફ યુક્રેનની માટી ચમકદાર તો છે જ સાથે સાથે લીસી અને મજબૂત છે. આ માટીમાંથી બનેલી ટાઈલ્સ દેખાવમાં આકર્ષક અને મજબૂત હોય છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં યુક્રેનની માટી સૌથી વધારે વપરાતી હતી
એક સમયે મોરબીના સિરામિક ઉદ્યોગમાં યુક્રેનની માટી સૌથી વધારે વપરાતી હતી. જેને લઈને યુક્રેનથી મોટા પ્રમાણમાં માટીના જથ્થાને આયાત કરવામાં આવતો હતો.યુક્રેનની માટીમાં બીજી માટીઓ અને કેમિકલ્સ ભેળવીને વિવિધ પ્રકારની ટાઈલ્સ બનાવાતી હતી. જો કે, સમય જતાં યુક્રેનની માટીના ભાવ વધતાં મોરબીના ઉદ્યોગપતિઓએ યુક્રેનથી માટી મગાવવાનું ઓછું કર્યુ. યુક્રેનમાંથી હાલમાં પણ માટી આવે છે તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી ટાઈલ્સ તૈયાર થાય છે. હવે યુક્રેન સાથે યુધ્ધ થયું તે પછીની અસર મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ થશે. જો કે, કેટલી અસર થશે તેનું અનુમાન એક મહિના પછી થઈ શકશે.