બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / atm baba who used to give crash course in breaking atm in 15 minutes in chapra

ક્રાઇમ / 15 મિનિટમાં જ ATM બાબાએ કરી 39 લાખ 58 હજારની ઉઠાંતરી, પત્ની કરતી મોનિટરિંગ, હવે પોલીસના શકંજામાં

Last Updated: 11:11 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ખાતે પોલીસ સ્ટેશન સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં સ્થિત SBI બેંકના ATM મશીનમાંથી 16 મિનિટમાં જ 39 લાખ 58 હજાર રૂપિયા ઉડી ગયા

  • ATM બાબાની પત્ની રેખા મિશ્રા ગેંગ પર નજર રાખે છે
  • એટીએમ બાબાએ એટીએમ તોડવાનું કામ તેમના નજીકના મિત્ર નીરજ મિશ્રાને સોંપ્યું
  • એટીએમ મશીન કાપીને તેમાં રાખેલા 39 લાખ 58 હજાર લઇને ફરાર થઈ ગયા હતા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના સુલતાનપુર રોડ, પોલીસ સ્ટેશન સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં સ્થિત SBI બેંકના ATM મશીનમાંથી 16 મિનિટમાં જ 39 લાખ 58 હજાર રૂપિયા ઉડી ગયા હતા. આ ઘટના 3 એપ્રિલે બની હતી. આરોપીઓને પકડવા માટે, 5 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેમાં ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ ટીમ અને સર્વેલન્સ ટીમનો સામેલ હતી.

આ વિશે માહિતી આપતાં યુપી દક્ષિણના ડીસીપી વિનીત જયસ્વાલે જણાવ્યું કે ગેંગ લીડર એટીએમ બાબા ઉર્ફે બુલબુલ મિશ્રા ઉર્ફે સુધીરના મિત્ર અને અન્ય ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. સુધીર મિશ્રા ઉર્ફે એટીએમ બાબાની પત્ની રેખાનો પણ સમાવેશ થાય છે. તેમની પાસેથી 9 લાખ 13 હજાર 500 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે એટીએમ તોડવાની સામગ્રી પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુધીર મિશ્રા ઉર્ફે એટીએમ બાબા 15 મિનિટમાં એટીએમ તોડવાની ટ્રેનિંગ આપતો હતો.

સુધીર બિહારના છપરાનો રહેવાસી છે
પોલીસ અનુસાર, બિહારના છપરાના રહેવાસી સુધીર મિશ્રા એટીએમ બાબાના નામથી ઓળખાય છે. તેની ગેંગમાં બેરોજગાર યુવકોને સામેલ કરતો અને 15 મિનિટમાં એટીએમ તોડવાની તાલીમ આપતો હતો.

જોઈન્ટ પોલીસ ઓફ કમિશ્નર ક્રાઈમ નીલબ્જા ચૌધરીએ જણાવ્યું કે, એટીએમ બાબાએ એટીએમ તોડવાનું કામ તેમના નજીકના મિત્ર નીરજ મિશ્રાને સોંપ્યું હતું, ત્યારબાદ નીરજે અન્ય 3 લોકો સાથે લખનૌના અર્જુનગંજ ખુરદાહી બજાર સુલતાનપુર રોડ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો. ATM ને ટાર્ગેટ બનાવી નુકશાન કરી ATM માં હાજર નાણાની ચોરી કરી લીધી.

આ રીતે ATM લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પહેલા નીરજના સાથી દેવેશ પાંડે અને વિજય પાંડે, જેઓ લખનૌના સરયૂ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ડીના ફ્લેટ નંબર 908માં રહેતા હતા, તેમણે અગાઉ પલ્સર બાઇક વડે એટીએમની રેકી કરી હતી. ત્યારબાદ એટીએમ મશીન કાપવા માટે હરિયાણાના મેવાતથી ચાર લોકોને બોલાવવામાં આવ્યા હતા.

3 એપ્રિલે બધા એટીએમ પહોંચ્યા હતા. અંદર લગાવેલા સીસીટીવી કેમેરા પર કાળી શાહી લગાવવામાં આવી હતી જેથી તેમનો ચહેરો સંપૂર્ણ રીતે જોઈ ન શકાય. એટીએમની બહાર બે લોકોને ઉભા રાખવામાં આવ્યા હતા, જેઓ આવતા-જતા લોકો પર નજર રાખી રહ્યા હતા. ત્યારપછી 15 થી 16 મિનિટમાં આરોપીઓએ સાધનોની મદદથી એટીએમ મશીન કાપીને તેમાં રાખેલા 39 લાખ 58 હજાર લઇને ફરાર થઈ ગયા હતા. 

આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો, તે સમયે એટીએમ બાબા બિહારમાં હાજર હતા અને મોબાઈલ દ્વારા સતત તમામના સંપર્કમાં હતા.

9 લાખ રુપિયા  ઝડપ્યા
સંયુક્ત પોલીસ કમિશનર નિલાબ્જા ચૌધરીના જણાવ્યા અનુસાર, ઘટના બાદથી પોલીસની 5 ટીમો આરોપીની શોધમાં લાગેલી છે. ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ ટીમ સહિત સર્વેલન્સ ટીમ સતત તેમની શોધમાં હતી. તપાસ દરમિયાન ટીમને મહત્વની કડીઓ મળી હતી. જેની મદદથી પોલીસે નીરજ મિશ્રા, રાજ તિવારી, પંકજ કુમાર પાંડે ઉર્ફે લીટર અને કુમાર ભાસ્કર ઓઝાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બલેનો કાર અને પલ્સર બાઇક મળી આવી હતી, જેનો આ ઘટનામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરાયેલી કુલ રકમમાંથી કેટલીક રકમ સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનના સરયુ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ડીના ફ્લેટ નંબર 908માં રાખવામાં આવી હતી. પોલીસે ત્યાંથી 9 લાખ 13 હજાર 500 રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી ત્રણ ગેસ પાઈપ, એક સિલિન્ડર રેગ્યુલેટર, 6 સો બ્લેડ, એક મોટો સ્ક્રુડ્રાઈવર, 2 પ્લેયર અને એક હથોડી પણ મળી આવી હતી.

રેખા ગામની પ્રધાન છે જે ગેંગનું મોનિટરિંગ કરે છે
ડીસીપી દક્ષિણ વિનીત જયસ્વાલે જણાવ્યું કે, સુધીર મિશ્રા ઉર્ફે એટીએમ બાબા સિવાય તેની પત્ની પણ આ કામમાં સામેલ છે. તે ગામના વડા છે. ATM બાબાની પત્ની રેખા મિશ્રા ગેંગ પર નજર રાખે છે. જોકે, 5 નામના આરોપીઓ સિવાય પોલીસ ચાર અજાણ્યા મેવાતીને શોધી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM Crime atm baba આરોપી એટીએમ ટ્રેનિંગ પોલીસ મોબાઈલ યુપી દક્ષિણના ડીસીપી સીસીટીવી Crime
Bijal Vyas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ