બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Athletes of Gujarat: Increase in fees of Sports Complex of Sports Authority of Gujarat in Vadodara

માલેતુજાર / આ ફી વધારો નહીં રમવા દે..!,  વડોદરામાં સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ફીમાં 300 ગણો વધારો, ગરીબ રમતવીરો મૂંઝાયા

Vishnu

Last Updated: 12:14 AM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં આવેલા સ્પોટસ કોમ્પલેક્ષ માં ખેલાડીઓની ફી માં ૩૦૦ ઘણો વધારો કરતા ખેલાડીઓ મુશ્કેલી મુકાયા છે અને કેવી રીતે ખેલશે ગુજરાત તે સવાલ ઊભો થયો છે

  • કેવી રીતે રમશે વડોદરાવાસી?
  • સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ફી વધારો
  • 500થી 2 હજાર સુધીનો ફી વધારો

સરકાર સ્પોર્ટ્સ ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપી રહી છે. તેવામાં વડોદરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એટલી ફી વધારવામાં આવી કે સામાન્ય અને ગરીબ પરિવારના બાળકોને રમવું મુશ્કેલ બની ગયું છે. 

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ફીમાં ૩૦૦ ગણો ફી માં વધારો
રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્પોટ્સ માટે ખૂબ જ ભાર આપી રહી છે ત્યારે વડોદરા માં વાઘોડીયા રોડ પર આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઓથોરિટી દ્વારા ૩૦૦ ગણો ફી માં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ખેલાડી ઓ ને રમવું મુશ્કેલ બન્યું છે..બેડમિન્ટનના ખેલાડી ની ફી ૭૦૦ હતી તે વધારી ને ૨૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે આવી ઊંચી ફી માં ગરીબ ખેલાડીને રમવું મુશ્કેલ બની જશે તેવી ફરિયાદો ઊઠી છે.

આ ફી વધારો કેમ પોસાય?

  • બેડમિન્ટન અને લોન ટેનિસની જુનિયર માસિક ફી - 500 થી વધારી 1000 રૂ.
  • સિનિયર માસિક ફી - 750 થી વધારી 2000 રૂ કરી
  • ટેબલ ટેનિસની જુનિયર માસિક ફી - 500 રૂ.થી વધારી 800 રૂ.
  • સિનિયર માસિક ફી - 750 રૂ થી 1200 રૂ. કરી
  • ફૂટબોલની જુનિયર માસિક ફી - 750 રૂ થી વધારી 850 રૂ, 
  • સિનિયર માસિક ફી - 750 રૂ થી વધારી 2500 રૂ. કરી

જો અહી રમવા આવતા ખેલાડીઓ ની સંખ્યા ની વાત કરીએ તો બેડમિન્ટનમાં 121, ફૂટબોલમાં 65, લોન ટેનિસમાં 47, ટેબલ ટેનિસમાં 23 અને કરાટેમાં 43 ખેલાડીઓ રમી રહ્યા છે સંકુલમાં આદિવાસી અને ગરીબ પરિવારમાંથી આવતા ખેલાડી માટે આ ફી વધારો બહુજ આકરો લાગી રહ્યો છે કેટલાક ખેલાડીઓ પાસે ફી નાણાં ન  હોવાથી વતન પરત જતાં રહ્યાં છે જો કે આ બાબતે સ્પોર્ટ્સ સંકુલ ના ડેવલોપમેન્ટ ઓફિસર અલગ જ રટણ કરી રહ્યા છે.ખેલે ગુજરાત ,રમશે ગુજરાત,જીતશે ગુજરાત જેવા રૂપકડા સૂત્રો વચ્ચે સરકારની ઓથોરિટી એ જ ફી વધારો કરી દેતા ગરીબ ખેલાડીઓના ભવિષ્ય સામે અંધકાર છવાયો છે જોકે હાઇટેક સ્પોર્ટ્સ કોપ્લેક્ષ માત્ર માલેતુજારો માટે હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ