બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / At the last minute, customers flocked to shops before Makar sankranti

પતંગરસિકોમાં ઉત્સાહ / અંતિમ ઘડીએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તરાયણની મોટાપાયે ખરીદી, દુકાનોમાં ઉમટ્યા ગ્રાહકો

Kiran

Last Updated: 09:58 PM, 13 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આ સાથે મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઉત્તરાયણનો ઉમંગ જોવા મળી રહ્યો છે.

  • રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો 
  • મહાનગરોમાં અંતિમ ઘડીની ખરીદી 
  • માજાં અને પતંગ નવી વેરાયટીઓની ધૂમ 

રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આ સાથે મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઉત્તરાયણનો ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પૂર્વ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. પતંગ દોરી સાથે જ અન્ય વસ્તુની ખરીદી પણ લોકો કરી રહ્યાં છે. કાચા સામાનના ભાવમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પતંગરસિકોના ઉત્સાહમાં જરા પણ ફરક પડ્યો નથી. 

મહાનગરોમાં અંતિમ ઘડીની ખરીદી 

પતંગ-માજાં સાથે અન્ય એસેસરીઝની પણ લોકોએ ખરીદી કરી રહ્યાં છે. ટોપી, ચશ્મા, બ્યૂગલની દુકોનામાં પણ ગ્રાહકો ઉમટ્યા છે. પતંગ અને દોરીમાં નવી નવી વેરાયટીની પણ ધૂમ મચી છે પરંતુ ઘણા બધા લોકો તૈયાર દોરીને બદલે પસંદગીની દોરી જાતે રંગાવવામાં જ માનતા હોય છે. જેથી દોરી રંગાવવામાં ભારે ભીડ જામી છે. ઉત્તરાયણમાં ઊંધિયુ, જલેબીની પણ ધૂમ ખરીદી થતી હોય સ્વાદરસિકો માટે વેપારીઓ પણ અત્યારથી જ ઊંધિયુ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તો શેરડી, બોર-જામફળની લારીઓથી પણ બજારમાં ભીડ જામી છે.
 

માજાં અને પતંગ નવી વેરાયટીઓની ધૂમ 

મહત્વનું છે કે રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને પતંગ રસિયાઓ થનગની રહ્યા છે.પરંતુ ઉત્તરાયણના પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.જો કે, કોરોનાનુ સંક્રમણ ન વધે તેની તકેદારીના ભાગરૂપે રાજય સરકારે આ વર્ષે ગાઇડલાઇન જાહેર કરી લોકોને પતંગ ઉડાવવાની છુટ આપી છે.રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય.બહારના લોકોને બોલાવી શકાશે નહી એટલે કે મિત્ર-સબંધીઓ સાથે નહી પરંતુ પરિવાર સાથે પતંગ ઉડાડવાની મંજુરી આપવામાં આવી છે..અને જો આ નિયમ ભંગ થશે તો જવાબદારી સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીની રહેશે.સાથે જ મકાન કે ધાબા પર લાઉડ સ્પીકર અને ડીજે પર પ્રતિબંધ રહેશે..તેમજ જાહેર સ્થળો અને રસ્તાઓ પર એકત્રિત થઈ પતંગ નહી ઉડાડી શકાય. 

ઉત્તરાયણને લઇને સરકારે ગાઇડલાઇન કરી જાહેર 

  • કોઇપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.
  • પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે.
  • માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી . ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
  • મકાન / ફલેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી . ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી / ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  • મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.
  • મકાન / ફલેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિન્ટન્સિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
  • 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ / અન્ય રોગોથી પીડિત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે.
  • કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો / સ્લોગન / ચિત્રો પતંગ પર લખી શકાશે નહી.
  • સુપ્રીમ કોર્ટ / હાઇકોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન , ચાઇનીઝ તુક્કલ , સ્કાય લેન્ટર્ન , સિન્થેટીક / કાંચ પાયેલા માંઝા , પ્લાસ્ટીક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે.
  • ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

પતંગ અને દોરીમા 15થી 20 ટકા જેટલો ભાવ વધારો

ઉતરાયણના પર્વ ને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે પતંગ અને દોરીની ખરીદી નિકળી છે શહેરોમાં પતંગ બજારમાં બે ઈચ થી માંડી 5ઈચ થી પાચ ફુટની પતંગો જોવા મળી રહી છે. હવે તો 15 હજાર વાર દોરીની ફિરકીઓ ઉપલબ્ધ છે તેની સાથે પતંગો પણ અનેક પ્રકારની  વેરાઇટીમા જોવા મળી રહી છે.વિવિધ પ્રકાર ની ડિઝાઇન, નેતા અને સેલિબ્રિટીના ફોટા વાળી પતંગો, માત્ર ત્રણ દિવસ બાકી હોવા થી પતંગ રસીયાઓ પતંગો ખરીદવા આવી રહ્યા છે. જોકે આ વર્ષે પતંગ અને દોરીમા 15થી 20 ટકા જેટલો ભાવ વધારો લોકોને લાગી રહ્યો છે જ્યારે  વેપારીઓ જણાવી રહ્યા છે કે પતંગ દોરાનો પુરવઠો ઓછો છે અને ડીમાન્ડ વધારવા છે જો ના કારણે ભાવમા વધારો થયો છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ