At clothes bank for poor in bengaluru each piece costs Re 1
ના હોય! /
સલામ : કોઈ પણ કપડા લઈ જાઓ 1 રૂપિયામાં, ચાર યુવાનોએ શરૂ કરી અનોખી દુકાન
Team VTV06:44 PM, 29 Oct 21
| Updated: 06:51 PM, 29 Oct 21
આ બુટીકનું નામ ઈમેજીન ક્લોથ્સ બેન્ક (Imagine Clothes Bank) છે.
ફક્ત 1 રૂપિયામાં કપડાં
આ સુવિધા ફક્ત ગરીબો અને જરૂરીયાતમંદો માટે
બેંગ્લોરમાં ક્લોથ બેન્ક એટલે કે કપડાં બેન્ક
દરેક કપડાં ફક્ત 1 રૂપિયામાં.... જી હાં. બેંગ્લોરમાં એક કપડાં બેન્કે છે. જ્યાં દરેક કપડાંને 1 રૂપિયાની ટોકન એમાઉન્ટ પર વેચવા અને ખરીદવામાં આવે છે. પરંતુ આ ખરીદ-વેચાણ દરેક વ્યક્તિ નથી કરી શકતું. આ સુવિધા ફક્ત ગરીબો અને જરૂરીયાતમંદો માટે છે.
હકીકતે કોલેજના ચાર મિત્રોએ બેંગ્લોરમાં એક ક્લોથ બેન્ક એટલે કે કપડાં બેન્ક લોન્ચ કરી હતી. જ્યાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો એક રૂપિયા પ્રતી પીસની ટોકન રકમમાં પોતાના પસંદગીના કપડાં લઈ શકે છે. આ બુટીકનું નામ ઈમેજીન બેંક છે. આ ચાર મિત્રો વિનોદ પ્રેમ લોબો, મેલિશા નોરોન્હા, નિતિન કુમાર અને વિગ્નેશનો આઈડીયા છે.
જુના અને નવા બન્ને પ્રકારના કપડાં
લોબો કહે છે, "અમારા મિત્રો અને પરિચિતોના માધ્યામથી જુના કપડાં એકત્ર કરવાનું શરૂ કર્યું હતું અને બેંગ્લોરૂમાં મોટા પરિસરોમાં રેજીડેન્ટ વેલફેર એસોસિએશન્સની વચ્ચે પણ પ્રચાર કર્યો. અમને જે પ્રતિક્રિયા મળી તે ખૂબ જ સારી હતી." આ વચ્ચે, તેમણે પોતાના બુટીકની સ્થાપના કરવા માટે એક જગ્યાની તપાસ કરી અને અંતરમાં ઈલેક્ટ્રોનિક્સ સિટીમાં બે બેડરૂમ વાળા ફ્લેટ પર પહોંચી ગયા. બુટીકમાં શર્ટ, પેન્ટ, સ્કર્ટ, સાડી, જેકેટ અને અહીં સુધી કે બ્લેન્કેટ અને પડદા સહિતના દરકે પ્રકારના કપડાં છે. આ કપડાંમાંથી અમુક નવા કપડાં છે અને બાકી નવા જેવા સારા કપડાં છે.
હાલ રવિવારે ખુલે છે આ બુટીક
આ એક સદ્ભાવના પહેલ છે જે ભુખ્યાને ભોજન કરાવવા માટે સામુદાયિક રેફ્રિજરેટરથી શરૂ કરવામાં આવી છે. ઈમેજીન ક્લોથ બેન્ક આ વર્ષે 12 સપ્ટેમ્બરે ઈલેક્ટ્રોનિક્સ સિટીના બેરેટેના અગ્રહરામાં લવ કુશ લેઆઉટમાં એક નાના બે બેડરૂમ વાળા એપાર્ટમેન્ટમાં શરૂ કરવામાં આવ્યું હતું. હાલ તે ફક્ત રવિવાર માટે ખુલે છે. ગરીબો માટે બેંગ્લુરના આ બુટીકનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વંચિતોને પસંદગીને અધિકારની સાથે સન્માન મળશે.
2002થી થઈ આ દિશામાં શરૂઆત
એક આઈટી કંપનીમાં કમ્યુનિકેશન પ્રોફશેનલ રીતે કામ કરનાર લોબો કહે છે, "આ દરેક 2002માં સેંટ એલોયસિયસ, મંગલુરૂમાં અમારા કોલેજના દિવસોમાં શરૂ થયું, જ્યારે ક્લાસમેટ્સએ ગરીબો માટે શહેરના રસ્તાઓ પર એક કપડાં બેન્ક બનાવી હતી. કપડાં શહેરની સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા યોગદાનના માધ્યમથી એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી અમે બધાએ પોતાનો અભ્યાસ પુરો ન કરી લીધો અને પોતાના કરિયરને આગળ વધારવા માટે કોલેજ છોડી ન દીધી. ત્યાં સુધી મફત વિતરણ થોડા સમય સુધી સફળતાપૂર્વક ચલતું રહ્યું. "
પછી બધા મિત્રો પરત ફર્યા બેંગ્લુરૂ
પોત પોતાના કરિયરમાં સેટલ થયા બાદ, મિત્રો તે કામને ફરી શરૂ કરવા માટે બેંગ્લુરૂમાં ફરીથી એક સાથે આવ્યા. જ્યાં તેમણે મંગલુરૂમાં પાછળ છોડી દીધુ હતું. તેનું પરિણામ ઈમેજીન ટ્રસ્ટના રૂપમાં સામે આવ્યું. જે આર્થિક રૂપથી કમજોર વર્ગના ઉત્થાનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું. 2021ની શરૂઆતમાં ખાસ રૂપથી કોવિડ-19 સંકટ અને લોકડાઉન બાદ હજારો મજૂરો અને પ્રવાસી શ્રમિકોના બેરોજગાર થયા બાદ બેંગ્લુરૂમાં ગરીબો માટે એક કપડાં બેન્ક ખોલવાનો નિર્ણય કર્યો.