બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Aslali police seized 11 thousand bottles of foreign liquor worth Rs 29 lakh

કાર્યવાહી / અમદાવાદમાં અવાવરુ જગ્યાઓ પર અસલાલી પોલીસે ચેકિંગ હાથ ધરતા રૂ. 29 લાખની 11 હજાર વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી, બેની ધરપકડ

Dhruv

Last Updated: 11:14 AM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અવારનવાર દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે શહેરની અસલાલી પોલીસે ગોડાઉન કે અવાવરું જગ્યાઓ પર ચેકિંગની ડ્રાઈવ હાથ ધરી.

  • અમદાવાદમાં અવાવરું જગ્યાઓ પર અસલાલી પોલીસનું ચેકિંગ
  • પોલીસે રૂ. 29 લાખની 11 હજાર બોટલનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
  • પોલીસે માલિક અને બ્રોકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અસલાલી પોલીસે ડ્રાઈવ દરમિયાન દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અસલાલી પોલીસે રૂપિયા 29 લાખની 11 હજાર બોટલનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે ગોડાઉન ભાડે આપનારા બે લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે માલિક અને બ્રોકરની ધરપકડ કરીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે પણ દારૂના ગોડાઉનો મળી આવતા અનેક સળગતા સવાલો મનમાં ઉદભવતા હોય છે. હાલમાં અસલાલી પોલીસે દારૂના જથ્થાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે જ સેટેલાઇટમાં PCBએ રેડ પાડતા નકલી દારૂ બનાવવાના રેકેટનો કર્યો હતો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ અમદાવાદના સેટેલાઇટમાં PCBએ રેડ પાડી વિદેશી દારૂની બોટલ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. જેમાં એક આરોપીની અટકાયત કરી હતી. ગઇકાલે શહેેરમાં નકલી દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. PCBએ સેટેલાઇટ વિસ્તારમાં રેડ પાડી એક આરોપીની અટકાયત પણ કરી હતી. PCBએ કુણાલ નામના આરોપીની અટકાયત કરી હતી. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા અભિલાષા એપાર્ટમેન્ટમાં આ રેકેટ ચાલતુ હતું. જ્યાં PCBએ વિદેશી દારૂની બોટલ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. જો કે, નકલી દારૂ રેકેટના અભિષેક અને ધર્મેશ નામના વધુ બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

માણેકબાગ પાસેના એપાર્ટમેન્ટમાં દારૂ બનાવાતો

શહેરના માણેકબાગ વિસ્તારમાં અલગ-અલગ બ્રાન્ડના દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનિટોમાં જ સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં. આથી, ગ્રાહકે ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાવાળો જ દારૂ રહેતો.

માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના S2 ફ્લેટમાં અમદાવાદ PCBએ રેડ કરી હતી. PCBને મળેલી બાતમી પ્રમાણે ત્યાં દારૂનો જથ્થો હતો. રેડ દરમિયાન પોલીસ ફ્લેટમાં ગઈ ત્યારે ફ્લેટમાં અંદરનો નજારો કંઈક જુદો જ હતો. આ ફ્લેટમાં દારૂનું રીતસર બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જોડાયેલા આરોપી અભિષેક મોદી અને ધર્મેશ હાલમાં ફરાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ