બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup may be shifted from pakistan A new report claims

Asia Cup 2023 / ક્રિકેટમાં પાકિસ્તાનની ભયંકર ફજેતી થવાની છે! ભારત જ નહીં કોઈ ટીમ નહીં જાય પાકિસ્તાન, નવા રિપોર્ટમાં દાવો

Arohi

Last Updated: 12:34 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023નું આયોજન આ વખતે પાકિસ્તાનમાં થવા જઈ રહ્યું છે પરંતુ આ ટૂર્નામેન્ટને હવે ક્યાંક બીજે શિફ્ટ કરવાની ખબર સામે આવી રહી છે. પહેલા તો ફક્ત ભારત પોતાની મેચ તટસ્થ દેશોમાં રમવાનું હતું પરંતુ હવે આખો એશિયા કપ જ કોઈ બીજી જગ્યા પર રમાઈ શકે છે.

  • પાકિસ્તાનમાં નહીં રમાય Asia Cup 2023
  • ટૂર્નામેન્ટને બીજે શિફ્ટ કરવાની ખબર 
  • ભારત બાદ આ દેશોએ પાકિસ્તાન જવાનો કર્યો ઈનકાર 

એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. હકીકતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખું ટૂર્મામેન્ટ પોતાના ત્યાં આયોજીત કરવા માંગતું હતું પરંતુ બીસીસીઆઈએ અહીં ભારતીય ટીમને મોકલવાનો ઈનકાર કરી લીધો છે. 

ખબર સામે આવી છે કે ભારત એશિયા કપ કોઈ તટસ્થ વેન્યૂમાં રમશે પરંતુ હવે ખબર સામે આવી રહી છે કે આખો એશિયા કપ જ પાકિસ્તાનમાંથી શિફ્ટ થઈ શકે છે. 

બીજા દેશમાં શીફ્ટ થઈ શકે છે એશિયા કપ 
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ સૂત્રોએ જણાવ્યું કે સંભવનાઓ છે કે આખો એશિયા કપ પાકિસ્તાનની જગ્યા પર બીજે ક્યાંક આયોજીત કરવામાં આવી શકે છે. એશિયા કપના આયોજનની રેસમાં યુએઈ અને કતર છે. 

બીસીસીઆઈ સૂત્રો અનુસાર એશિયન ક્રિકેટ કાઉન્સિલે કહી દીધું છે કે એશિયા કપનું આયોજન બે દેશોમાં નહીં થઈ શકે અને જો આ બજેટની બહાર જશે તો ફરી એશિયા કપ કોઈ એક દેશમાં થશે. એવામાં શક્યતા છે કે પાકિસ્તાનથી એશિયા કપની યજમાની પણ લઈ લેવામાં આવે. 

થઈ શકે છે પાકિસ્તાનની ભયંકર ફજેતી 
જણાવી દઈએ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહ છે જે બીસીસીઆઈ સચિવ પણ છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના એશિયા કપમાં ન રમવાનો સવાલ તો ઉઠે જ છે અને જો ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ રમશે તો ફરી પાકિસ્તાનની મેજબાની પર સીધી રીતે સંકટના વાદળ છે. 

આમ તો પાકિસ્તાનથી ખબર આવી હતી કે પીસીબી ભારતની મેચ તટસ્થ વેન્યૂમાં કરવા માટે તૈયાર થઈ ગયું છે પરંતુ હવે અહીં વાત બજેટની થઈ રહી છે. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલે વધારે બજેટનો મુદ્દો ઉઠાવ્યો તો ફરી પાકિસ્તાનનો આ ફોર્મૂલા ફેલ થઈ શકે છે. 

ભારત પર દબાણ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાન 
આમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ સતત ષડયંત્ર કરી રહ્યું છે. પીસીબીના હવાલેથી ખબર સામે આવી રહી છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં પોતાની મેચ ભારતમાં નથી રમવા માંગતી. બુધવારે આઈસીસીના અધિકારી વસીમ ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ પોતાની મેચ બાંગ્લાદેશમાં રમવાનો વિચાર કરી રહ્યું છે. 

વસીમ ખાન પીસીબીના પૂર્વ અધિકારી છે જે હાલ આઈસીસીના સદસ્ય છે. જોકે તેમની આ વાતના ખંડનની ખબર પણ આવી ચુકી છે. હવે પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપની મેચ રમશે કે નહીં તે બાદની વાત છે પરંતુ પહેલા એ જોવું રસપ્રદ હશે કે એશિયા કપ પાકિસ્તાનમાં થશે કે નહીં? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ