બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Asghar Afghan Guard Of Honour In His Last International Match Vs Namibia In T20 World Cup 2021

ભાવુક દ્રશ્ય / VIDEO: રાજાની જેમ કેપ્ટનની વિદાય, વિરોધી ટીમે પણ આપ્યું ગાર્ડ ઓફ ઑનર, VIDEO જોઈને આંખો ભીની થઈ જશે

Parth

Last Updated: 12:20 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી 20 વર્લ્ડ કપ દરમિયાન એક ખેલાડીની વિદાયમાં મેદાન પર ભાવુક દ્રશ્ય સર્જાયું હતું, અસગર અફઘાન નામક ખેલાડીએ સંન્યાસની કરી હતી જાહેરાત.

  • 33 વર્ષીય અસગર અફઘાને ક્રિકેટને કહ્યું અલવિદા 
  • છેલ્લી મેચમા મેદાન પર સર્જાયું ભાવુક દ્રશ્ય 
  • વિરોધી ટીમના ખેલાડીઓએ પણ આપ્યું ગાર્ડ ઓફ ઑનર 

સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ 
અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પોતાની છેલ્લી મેચમાં અસગરે 31 રને ફટકાર્યા અને 33 વર્ષણા અસગરની છેલ્લી મેચમા ટીમના ખેલાડી ભાવુક થયેલા જોવા મળ્યા હતા. કેપ્ટન તરીકે T 20 માં અસગરના નામે સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ છે. 

છેલ્લી મેચ બનાવી દીધી યાદગાર, આંખોમાં આવ્યા આંસુ
અસગરે પહેલા જ એલાન કર્યું હતું કે નામીબિયા સામેની મેચ તેમની છેલ્લી હશે અને તે બાદ તે હંમેશા માટે ક્રિકેટને અલવિદા કહી દેશે. ક્રિકેટ જગતમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના મેદાનમાં જોવા મળી. આઉટ થયા બાદ પવેલીયન તરફ જઈ રહેલા ખેલાડીને અફઘાનિસ્તાનની આખી ટીમે ગાર્ડ ઓફ ઑનર આપ્યું અને એક હીરોની જેમ વિદાય આપી, આટલું જ નહીં અસગરની વિદાયમાં સન્માનમાં વિરોધી ટીમના એટલે કે નામીબિયાના ખેલાડીઓએ પણ ગાર્ડ ઓફ ઑનર આપ્યું અને તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગૂંજી ઉઠ્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

અસગરને યાદ કરશે અફઘાનિસ્તાનની ટીમ 
અસગરની કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાને 42 T 20 મેચ જીતી છે અને તે પહેલા નંબર પર આવે છે, આ લિસ્ટમાં 41 જીત સાથે મહેન્દ્ર સિંહ ધોની બીજા જ્યારે 40 જીત સાથે ઈયોન મોર્ગન ત્રીજા નંબર પર આવે છે. એવામાં અસગરના નિર્ણયથી આખી ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. અસગર ત્રણેય ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સુકાની રહી ચૂક્યા છે અને તેમનો સક્સેસ રેટ 81.73 રહ્યો છે જે અફઘાનિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ કેપ્ટન માટે સૌથી વધારે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ