બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Asaduddin Owaisi's reaction after Nupur Sharma was hit by Supreme Court, attack on BJP

નિવેદન / નુપુર શર્માને સુપ્રીમની ફટકાર બાદ અસદુદ્દીન ઓવૈસીની આવી પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા પ્રહાર

Priyakant

Last Updated: 05:15 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નુપુર શર્મા અંગે સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર આક્રમક બની , AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું

  • નુપુર શર્માને સુપ્રીમની ફટકાર બાદ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન 
  • ગુજરાતની ક્લીનચીટ પર આટલી ચર્ચા કરી તો આજના નિર્ણય પર શું કહેશે ભાજપ ? 
  • નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ: સુપ્રીમ કોર્ટ


બહુચર્ચિત નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ થયેલ બીજેપી નેતા નુપુર શર્માને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે પયગંબર મોહમ્મદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેના કારણે દેશભરમાં કમનસીબ ઘટનાઓ બની અને તેનાથી લોકોની ભાવનાઓ ભડકી. નુપુર શર્મા અંગે સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર આક્રમક બની છે. હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું, બીજેપી ગુજરાતની ક્લીનચીટ પર આટલી વાતો કરે છે, તો આજના નિર્ણય પર શું કહેશે.

શુ કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ ? 

ઓવૈસીએ કહ્યું, 'હું વડાપ્રધાન પાસેથી માંગ કરું છું કે નુપુર શર્માની ધરપકડ કરવામાં આવે. જ્યારે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારે તેને કેમ બચાવવામાં આવી રહ્યો છે? શા માટે ભાજપ અને મોદીએ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દે ક્યાં સુધી મૌન રહેશે? કાયદાને તેનો માર્ગ અપનાવવા દો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આજે ​​શું કહ્યું છે તેના પર ધ્યાન આપવું જોઈએ.

ઓવૈસીએ કહ્યું કે નુપુર શર્મા હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે. તે હજુ પણ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે. તમે નુપુર શર્માને બચાવી રહ્યા છો અને બીજી તરફ ઝુબેરની ધરપકડ કરી રહ્યા છો. એક તો મહિલાને બચાવી રહી છે અને બીજી તરફ મહિલાના નામે ઘર તોડી પાડવામાં આવે છે.

નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, શર્માએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અથવા કોઈ રાજકીય એજન્ડા અથવા કોઈ દ્વેષપૂર્ણ પ્રવૃત્તિના ભાગરૂપે પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, તેણે આખા દેશની માફી માંગવી જોઈએ.  નોંધનિય છે કે, ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમ્યાન પ્રોફેટ વિરુદ્ધ શર્માની ટિપ્પણીના કારણે દેશભરમાં વિરોધ થયો હતો અને ઘણા ગલ્ફ દેશોમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. 

નૂપુરની ટિપ્પણી પર કોર્ટે શું કર્યું ?

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, "આ નિવેદનો ખૂબ જ પરેશાન કરનાર છે અને તેમાંથી ઘમંડની ગંધ આવે છે." આવું નિવેદન કરીને તેમનો શું અર્થ છે ? આ નિવેદનોને કારણે દેશમાં કમનસીબ ઘટનાઓ બની છે. આ લોકો ધાર્મિક નથી. તેઓ અન્ય ધર્મોને માન આપતા નથી. આ ટિપ્પણીઓ કાં તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અથવા કોઈ રાજકીય એજન્ડા અથવા દ્વેષપૂર્ણ પ્રવૃત્તિના ભાગરૂપે કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ