ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેવામાં ઇમ્યૂનિટી વધારનાર વસ્તુઓ ખાવાથી તમને ફાયદો થશે.
ઓમિક્રોનના કારણે હોસ્પિટલ જવાની જરૂર નહી પડે
શરીરમાં પ્રોટીનની માત્રા વધારી દો
ટોફૂ અને દાળ જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરો
કેટલાક સુપરફૂડ આપણા શરીરમાં જાય ત્યારે ઇમ્યૂનીટી વધી જાય છે. તમે પણ જો આ સુપરફૂડ ખાવાનું શરૂ કરશો તો ઓમિક્રોનના કારણે હોસ્પિટલ જવાની જરૂર નહી પડે.
પ્લાન્ટ ફૂડ
પ્લાન્ટ ફૂડમાં ઘણા પોષક તત્વો હોય છે. જે આપણા ઇમ્યૂન સિસ્ટમને સારું બનાવવાનું કામ કરે છે. એક સ્ટડી અનુસાર પ્લાન્ટ ફૂડનું સેવન કરનારા લોકોને ગંભીર રીતે બિમાર પડવા તેમજ હોસ્પિટલાઇઝેશનનો ખતરો હોતો નથી. તેમનામાં કોરોના વાયરસનો ખતરો પણ હોતો નથી. લીલા શાકભાજી અને ફળ તેમજ બીમાંથી આપણને પ્રોટીન, વિટામીન્સ મળી જાય છે.
પ્રોટીન અને કેલેરી
જો તમારુ શરીર વાયરસથી લડવા પર્યાપ્ત શક્તિ નથી ભેગી કરી રહ્યું તો શરીરમાં પ્રોટીનની માત્રા વધારી દો. ઇંડા, માછલી, ટોફૂ અને દાળ જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરો.
ફ્રોજન ફૂડ
કોવિડ 19ની રિકવરી દરમિયાન ઘણા લોકોને થકાવટ મહેસુસ થતી હતી ત્યારે એક્સપર્ટનું કહેવું છે કે ફ્રીજમાં રાખેલા ફળ અને શાકભાજી પૌષ્ટિક હોય છે તેનાથી તમારા શરીરમાં શક્તિ આવે છે.
મસાલા
સ્વાદ અને સુગંધની ક્ષમતા ગુમાવી બેસવા એક સામાન્ય લક્ષણ છે. એક્સપર્ટ કહે છે કે લસણ, આદુ અને કાળી મરી માત્ર સ્વાદ નથી વધારતી પરંતુ ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાનું પણ કામ કરે છે. દરેક વસ્તુમાં એવા ગુણ હોય છે જે તમારી ઇમ્યૂનિટી વધારે છે.
ઓનલાઇન ગ્રોસરી
કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ લગભગ 7 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડે છે અને ત્યારે તમે બજારમાંથી શોપિંગ કરી શકતા નથી. ત્યારે તમે ઓનલાઇન ગ્રોસરી ખરીદી શકો છો જેનાથી તમને પ્રોટીન મળતુ રહે.