બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Arvind Kejriwal made an important announcement for government employees in Vadodara

'રાજ'નીતિ / કેજરીવાલે વડોદરામાં આપી વધુ એક ગેરંટી, સરકાર બની તો જૂની પેન્શન યોજના કરાશે લાગુ

Malay

Last Updated: 06:18 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે અને ગેરંટી રૂપે એક બાદ એક મહત્વની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં અરવિંદ કેજરીવાલે વધુ એક ગેરંટી આપી છે.

  • દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
  • અરવિંદ કેજરીવાલે વડોદરાની લીધી મુલાકાત
  • AAPની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવા આપી ગેરંટી

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં રેસ લગાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી  અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે. આજે વડોદરાની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે વધુ એક ગેરંટી આપી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કરતાં કહ્યું કે, આપની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. 

 

કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી ગેરંટી આપી

વિધાનસભાની ચૂંટણીને જોતાં કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. આજે વડોદરાના કાર્યક્રમ દરમિયાન તેમણે વધુ એક ચૂંટણીલક્ષી ગેરંટી આપી છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના સરકારી કર્મચારીઓ દુઃખી છે. જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે. 

કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છેઃ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ, પૂર્વ સૈનિકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. એવુ લાગે છે કે આખુ ગુજરાત રસ્તા પર આવી ગયું છે. અમે રાજ્યના કર્મચારીઓ દુખી થયા છીએ, અમને એક મોકો આપો. કોઇ પણ રાજ્યમા સરકાર લાવી કે હરાવી તે કર્મચારીઓના હાથમાં છે. તેમણે ગેરંટી આપતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

વેપારીઓને રીઝવવા લ્હાણીઓનો વરસાદ

આ પહેલા 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વેપારીઓ સાથે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેમણે વેપારીઓને કેટલાક વચનો આપ્યો હતા. આ દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે,  વેપારી માટે ભયનું વાતાવરણ નાબૂદ કરવામાં આવશે, ગુજરાતના દરેક વેપારીને યોગ્ય માન-સન્માન અપાશે, રેડ રાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાશે, VAT અમ્નેસ્ટી સ્કીમ લાવવામાં આવશે, 6 મહિનાની અંદર VAT રીફંડ આપવામાં આવશે, વેપારીઓને સરકારમાં ભાગીદાર બનાવવામાં આવશે અને દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ આપી એડવાઇઝરી બોર્ડ બનાવાશે.

ખેડૂતો માટે કરી હતી જાહેરાતો

આ પહેલા તેમણે ખેડૂતો માટે કેટલીક જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,  AAPની સરકાર બનશે તો બે લાખનું ખેડૂતોનું દેવુ માફ કરાશે. AAP સરકાર 5 પાકોને MSPથી ખરીદી કરશે. ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવામાં આવશે. જમીનના તમામ સર્વે રદ્દ કરીને ખેડૂતોને સાથે રાખી સર્વે કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને 20 હજાર પ્રતિ એકર વળતર અપાશે. નર્મદાનું પાણી ખેડૂતોને જોઈએ તેમ કોઈ બાંધછોડ વગર આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ